માસ્ક પહેરવાના મુદ્દે આર્મી જવાન સાથે દુર્વ્યવહાર કરીને માર મારવાના મામલે PSI સહિત 7 પોલીસકર્મી સામે ગુનો દાખલ

છોટાઉદેપુરમાં માસ્ક અને લાયસન્સના મુદ્દે આર્મી જવાન સાથે દુર્વ્યવહાર કર્યા બાદ ધરપકડ કરીને માર મારનારા PSI સહિત 7 પોલીસકર્મી સામે એટ્રોસિટી સહિતની અન્ય કલમો હેઠળ ફરિયાદ દાખલ થઇ છે. 4 દિવસ પહેલા આર્મી જવાનને માસ્ક અને બાઈકના કાગળ મુદ્દે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ થતાં પોલીસે આર્મી જવાનની ધરપકડ કરી હતી અને કલાકો સુધી કસ્ટડીમાં રાખીને આર્મી જવાનને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

2 દિવસ પહેલા એક્સ આર્મીમેનોએ કાર્યવાહી કરવાની માંગ કરી હતી

છોટાઉદેપુરમાં પોલીસકર્મીઓ દ્વારા આર્મી જવાન સાથે દુર્વ્યવહાર અને ધરપકડના વિરોધમાં એક્સ આર્મીમેનોએ 2 દિવસ પહેલા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. અને છોટાઉદેપુર ખાતે આર્મી જવાન અનીશ ગુલસિંગભાઇ રાઠવાને સાથે કરવામાં આવેલા દુર્વ્યવહાર મુદ્દે પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી, ત્યારબાદહવે PSI પ્રજાપતિ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શસનાભાઈ સેલિયાભાઈ, કોન્સ્ટેબલ ઉત્તમભાઈ શનાભાઈ સહિત અન્ય 4 પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો