‘દોઢ વર્ષની અંદર ચીનને આપીશું 1 લાખ કરોડ રૂપિયાનો ફટકો’ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ

ચીન સરકારના મુખપત્ર તરીકે જાણીતા અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં સોમવારે પ્રકાશિત એક લેખના કારણે ભારતના નાના વેપારીઓ ભડકી ગયા છે. આ લેખમાં કહેવામાં આવ્યું હતું કે ભારત પાસે ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની હિંમત નથી. નાના વેપારીઓની સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે (સીએઆઈટી) કહ્યું છે કે તેઓ ચીનના અખબારનો પડકાર સ્વીકાર કરે છે અને દેશના વેપારીઓ તથા નાગરીકો સાથે મળીને આ બહિષ્કારને સફળ કરીને બતાવશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સીએઆઈટીએ કહ્યું છે કે ચીની અખબારે ભારતના સ્વાભિમાનને લલકાર્યું છે જેને કોઈ પણ કિંમતે સહન કરી લેવામાં આવશે નહીં. ચીનના અખબારને જડબાતોડ જવાબ આપવામાં આવશે. સીએઆઈટી એ તે પણ કહ્યું છે કે ‘ભારતીય સામાન- હમારા અભિયાન’ને વધારે તીવ્રતા સાથે દેશભરમાં ચલાવવામાં આવશે. આ ચીનના પ્રોકડક્ટના બહિષ્કારનું રાષ્ટ્રીય અભિયાન છે.

આ સાથે સીએઆઈટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા તથા રાષ્ટ્રીય મહામંત્રી પ્રવણી ખંડેલવાલે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘લોકલ પર વોકલ’ના સશક્ત આહવાહનને મળી રહેલા અદ્દભુત પ્રતિસાદના કારણે ચીન અકળાઈ ગયું છે. હવે તેને ભારતનું રિટેલ બજાર પોતાના હાથમાંથી જતું રહેલું દેખાય છે. તેથી ચીની અખબારે આ પ્રકારની ટીપ્પણી કરી છે. દેશના વેપારીઓ અને નાગરિકો સાથે મળીને તેનો યોગ્ય જવાબ આપશે.

ગ્લોબલ ટાઈમ્સમાં પ્રકાશિત લેખમાં તે પણ કહેવામાં આવ્યું છે કે ચીનના સામાનનો ઉપયોગ ભારતીયોના જીવનમાં વણાઈ ગયો છે અને તેનો બહિષ્કાર કરવો અશક્ય છે. આવું કહીને ચીનના અખબારે ભારતના વેપારીઓની શક્તિની અવગણના કરી છે. હવે ચીન સહિત સમગ્ર વિશ્વ જોશે કે ભારતમાં ચીનની વસ્તુઓનો કેવી રીતે બહિષ્કાર થાય છે અને ફક્ત દોઢ વર્ષમાં જ એટલે કે 2021 સુધી ચીનથી થતી આયાતમાં એક લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો