મોરબીના ઉદ્યોગપતિએ 1 વર્ષમાં 1.10 લાખ કિમી પ્રવાસ ખેડી શહીદોના ઘરે ઘરે જઇ 58 લાખની સહાય કરી

આજથી એક વર્ષ પહેલા સમગ્ર દેશને હચમચાવી નાખનાર જમ્મુ કાશ્મીરના પુલવામાં હુમલાની પ્રથમ વરસી હતી. આ દિવસે નાપાક આતંકીઓએ દેશના વીર શહીદો પર હુમલો કર્યો હતો અને દેશના વીર જવાનો શહીદ થયા હતા. એક તરફ દેશના યુવાનોમાં આતંકીઓ પ્રત્યે રોષની લાગણી પ્રસરી ગઈ હતી તો બીજી તરફ મોરબીમાં શહીદ પરિવાર માટે કરોડો રૂપિયાની દાનની સરવાણી ફૂટી હતી. ત્યારે મોરબીના યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરિયાએ શહીદો માટે ફંડ એકત્ર કરીને શહીદ પરિવારોને ઘરે પહોંચીને હાથોહાથ આર્થિક મદદ પહોંચાડી રહ્યા છે. 1.10 લાખ કિમીનો પ્રવાસ ખેડી 58 લાખની સહાય કરી ચૂક્યા છે.

વીર જવાનોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી

અજયભાઈ અને તેની ટીમ દ્વારા શહીદ પરિવારો માટે લાખોનું ફંડ એકત્ર કર્યું હતું અને શહીદ પરિવારોને રૂબરૂ મળીને હાથોહાથ રકમ અર્પણ કરી હતી. જેમાં પુલવામાં હુમલાની પ્રથમ વરસીએ એક વર્ષમાં યુવાન અને તેની ટીમે 1.10 લાખ કિલોમીટર પ્રવાસ ખેડીને 58 લાખની આર્થિક મદદ શહીદ પરિવારો સુધી પહોંચાડી છે. આ ઉપરાંત હજુ 17 લાખની સહાય અર્પણ કરવાની બાકી છે. ત્યારે મોરબીનો યુવાન હજુ પોતાનો પ્રવાસ કરી રહ્યો છે અને સાઉથના રાજ્યો કેરળ, કર્ણાટક અને તમિલનાડુ તેમજ યુપીના શહીદ પરિવારને ઘરે ઘરે જઈને સહાય આપશે. પુલવામાં હુમલાએ દેશભરમાં શોકની લાગણી ફેલાઈ હતી અને સૌ કોઈ શહીદ પરિવારોને સાંત્વના પાઠવતા હતા ત્યારે મોરબીના યુવાને સાચા અર્થમાં શહીદ પરિવારને મદદરૂપ બનીને માતૃભૂમિની રક્ષા કાજે લડતા વીર જવાનોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો