ગુજરાતના વિવિધ શહેરો સુરત, ભરૂચ, વડોદરાથી શ્રમિકોને ઓડિશા મુકવા ગયેલા બસ ડ્રાઈવરોને ત્યાંના સ્થાનિક વહીવટી તંત્રનો કડવો અનુભવ થયો છે. લગભગ 80 જેટલી બસને એક ગાર્ડનમાં પાર્ક કરાવી ડ્રાઈવર તેમજ કંડક્ટરોને ત્યાં જ કેદ કરી દેવાયા હતા. પરત ગુજરાત નહીં આવવા દેવાની વાતથી અકળાયેલા ભૂખ્યા-તરસ્યા ડ્રાઈવરોએ આખરે વીડીયો બનાવી મદદની અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
80 જેટલી બસ શ્રમિકોને લઈને ઓડિશા ગઈ હતી
કોરોનાએ ગુજરાતમાં વિકરાળ રૂપ લેતા તેના ભય અને લોકડાઉન વચ્ચે કામધંધા વિના અકળાયેલા બે ટંકના ભોજનની ચિંતામાં ગુજરાતમાં વિવિધ જગ્યાએ કામ કરતા શ્રમિક વર્ગોએ પોતાના વતન જવાની માંગ કરી હતી. સૌથી પહેલા ઓડિશા સરકારે તેમના શ્રમિકોને વતનમાં આપવાની પરવાનગી આપી હતી. જેથી, સુરત, ભરૂચ અને વડોદરા સહિતના શહેરમાં 80 જેટલી બસ શ્રમિકોને લઈને ઓડિશા ગઈ હતી. જોકે, આ બસમાં રિટર્ન ભાડા વસૂલ કરાયા હતા. પ્રત્યેક કિલોમીટરે રૂ. 45થી 50 લેવાયા હતા. જતી વખતે બે બસને અકસ્માત નડ્યો હતો. શનિવારે અને રવિવારે કેટલીક બસો પહોંચી હતી.
મેદાનમાંથી બહાર જવા દેવામાં આવતા નથી
વતન પહોંચેલી 80 જેટલી બસોને ભુવનેશ્વરના અંતરિયાળ ગામમાં એક મેદાનમાં મુકાવી દીધી હતી અને ત્યાં ડ્રાઈવર-કંડક્ટરોને ખાવા-પીવા કે ચા-પાણી નાસ્તાની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તાપ-તડકામાં ભૂખ્યા –તરસ્યા અકળાયેલા ડ્રાઈવરોએ ગુજરાત જવાની માંગણી સ્થાનિક કલેક્ટરોટના અધિકારીઓને અને પોલીસને કરી હતી. પરંતુ મેદાની બહાર ઊભેલી પોલીસ, સીઆરપીએફ અને આરએએફના જવાનોએ તેમને બહાર નીકળવા દીધા ન હતા. આખરે અકળાયેલા ડ્રાઈવરોએ સામુહિક રીતે એક વીડીયો બનાવીને મદદ કરી મુક્ત કરાવવા અપીલ કરી હતી.
ઓડિશાના કામદારોને મૂકવા ગયેલા ગુજરાતની બસોના ડ્રાઇવરો ફસાયા pic.twitter.com/ZIw4DITt3i
— News18Gujarati (@News18Guj) May 5, 2020
અમે સેવ-બિસ્કિટ પર ઓડિશા આવ્યાઃ ડ્રાઈવરો
વીડિયોમાં ડ્રાઈવરો કહે છે, અમે સેવાકિય કાર્ય કરવા આવ્યા છીએ. અમારા પરિવારની ના છતા શ્રમિક ભાઈઓને આવી બિમારીમાં જોખમ ખેડીને ઓડિશા આવ્યા. રસ્તામાં તમામ હોટલ-રેસ્ટોરન્ટ બંધ હતી અને કોઈ રસ્તામાં અમને પાણી અને ભોજન પણ આપવા તૈયાર ન હતા. સેવ અને બિસ્કિટ ખાઈ ખાઈને અમે 2000 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો છે અને અહીં આવ્યા બાદ સ્થાનિક તંત્રએ અમને આમથી તેમ બસ લઈને ઘુમાવ્યા. કેટલીક બસોના પેસેન્જરોને 25થી 50 કિલોમીટર દૂર મુકવા પણ ફરજ પડાય. તે પહેલા શ્રમિકોને ઉતારવા માટે પણ આમથી તેમ ધક્કે ચઢાવાયા હતા તો કેટલાકને 25થી 50 કિલોમીટર દૂર મુકવાની ફરજ પડાય હતી. બે બસ બ્રેકડાઉન થતા તેના ડ્રાઈવરોને પકડીને મુકી દીધા છે. ક્વોરેન્ટાઈન કરાયા છે. 80 જેટલી બસોને એક મેદાનમાં ઉભી રખાવી દઈને અમને અહીં જ તડકામાં રોકી રાખ્યા છે. અહીં ખાવા-પીવાની કોઈ સુવિધા નથી. સેવાના માણસો એક દિવસ જમવા આપવા આવ્યા હતા પણ પહેલા 200 રૂપિયા લીધા પછી જ જમવાનું આપ્યું. ત્રણ દિવસથી અમને અહીં નાંખી દેવાયા છે. અહીંના પ્રશાસને અમને ગોળગોળ ફેરવ્યા છે. સાહેબ અમારી મદદ કરો અમને અહીંથી મુક્ત કરાવો.
સાંસદ અને પોલીસની દરમિયાનગીરીથી મુક્ત કરાવાયા છે: પ્રમુખ એજીટીવીએફ
ઓલ ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ફેડરેશનના પ્રમુખ દિનેશ અણઘણે જણાવ્યું હતું કે, આ વીડીયો સાચો હોવાની વાતને સમર્થન આપતા કહ્યુ હતું કે, અમે તુરંત જ જેની બાંયધરીથી બસ મોકલાવી હતી તે નવસારી લોકસભાના સાંસદ સીઆર પાટીલ અને સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીને વાત કરી હતી. તેઓએ દરમિયાનગીરી કરતા તમામ બસને ગુજરાત તરફ રવાના કરાય છે. ડ્રાઈવરોની લાગણી યોગ્ય છે. કદાચ ત્યાંનું પ્રસાશન એવું ઈચ્છતુ હોય કે રાતોરાત પરત ફરે અને ઘાટીવાળા રસ્તા પર અકસ્માત થાય જેથી રોક્યા હોવાનું બની શકે છે. જોકે, ત્યાંની સરકાર તેમજ પ્રશાસને ડ્રાઈવર-કંડ્ક્ટર માટે ખાવા-પીવા રહેવાની સુવિધા કરવી જોઈતી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..