સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ ગઈ છે. અહીંયા અબ્રામા નજીક કેદાર હાઈટ નામની નવનિર્મિત બિલ્ડીંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ થઈ રહ્યું હતું. આ દરમિયાન માટી ધસી પડતાં આઠ જેટલા શ્રમિકો દબાયા ગયા હોવાની ઘટના ઘટી છે. આ ઘટનાની જાણ થતા જ ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં કુલ 3 શ્રમિકોનાં મોત થયા છે જ્યારે ચાર શ્રમિકો ગંભીર છે. રાજ્ય સરકારે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે.
આ ઘટનાના પગલે રાહત અને રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે. આ બનાવમાં મજૂરો 20 ફૂટ નીચે દબાઈ જતા બિલ્ડરની લાલિયાવાડી સામે આવી છે. જોકે, હજુ સુધી કેટલાક લોકોને બહાર કઢાયા તે જાણવા મળ્યું નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નવનિર્મિત એપાર્ટમેન્ટના અંડર ગ્રાઉન્ડ ખોદકામ દરમિયાન સિમેન્ટનો સ્લેબ પડતા 20 ફૂટ નીચે શ્રમિકો દટાઈ ગયા હતા.
ઘટના બાદ લોકોના ટોળેને ટોળા ઉમટી પડ્યા છે. ચાર ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારના કામ જ્યારે કરવામાં આવતા હોય છે જ્યારે જમીના ફિઝિબિલિટી રિપોર્ટના આધારે જ ખોદકામના જોખમ લેવામાં આવતા હોય છે પરંતુ અહીંયા બિલ્ડરની નબળી કામગીરી હોવાની હકિકતો સામે આવી છે.
આ દુર્ઘટનામાં શું જાનહાનિ થઈ છે તેના અહેવાલો સામે આવી રહ્યા નથી પરંતુ 20 ફૂટ નીચે સિમેન્ટના સ્લેબ નીચે દટાયેલી જિંદગીઓ હયાત નીકળે તેવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે. સુરત શહેર માટે અને બિલ્ડરો માટે આ ઘટના લાલબત્તી સાબિત થાય તેવી શક્યતા છે
સુરતમાં અવારનવાર અકસ્માતો થતા હોવા છતાં આવા નિર્માણ કાર્યોમાં તકેદારી રાખવામાં આવતી નથી.જોકે ઘટન ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં આપણી નો માહોલ સર્જાયો છે જોકે આ ઘટનાને લઇને સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવી માટીમાં દબાયેલા લોકોને બચાવવા માટે ફાયર સાથે રેસ્કયુ ઓપરેશન માં જોડાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..