ઉત્તરાખંડના પિથોરાગઢ સ્થિત મુનસ્યારી ખાતેનો 6 દિવસ પહેલાં તૂટેલો બેઈલી બ્રિજ ફરીથી બનાવી લેવામાં આવ્યો હતો. આ બેઈલી બ્રિજ (bailey bridge pithoragarh) એ વખતે તૂટ્યો હતો જ્યારે રસ્તો કાપવા માટે મોટા ટ્રેક પર પોકલેન્ડ મસીન લઈ જવાઈ રહ્યું હતું. બોર્ડર રોડ ઑર્ગેનાઈઝેશન (BRO) સખત મહેનતથી માત્ર 6 દિવસમાં નવો બ્રિજ તૈયાર કરી દેવાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મહત્વનું છે કે ભારતીય સેનાની કામગીરી દરમ્યાન ઉત્તરાખંડના પિથોરાગઢમાં મુન્સ્યારી ખાતે એક બ્રિજ તૂટી પડ્યો હતો. 6 દિવસ પહેલાં અગાઉ બનેલી આ ઘટનામાં પોકલેન્ડ મશીન લઈ જતી વખતે આ બ્રિજ તૂટી પડ્યો હતો. મુનસ્યારીથી મિલમ જતા રૂટ પર ધાપાની પાસે સેનર નાળા પર બનેલો બેઈલી બ્રિજ એ વખતે તૂટી પડ્યો જ્યારે રસ્તો કાપવા માટે ટ્રેક પર પોકલેન્ડ મશીન લઈ જવાઈ રહ્યું હતું. આ ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયાં હતાં.
હવે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને (બીઆરઓ) દિવસ-રાત મહેનત કરીને માત્ર 6 દિવસમાં નવો બ્રિજ તૈયાર કર્યો છે. બીઆરઓએ તેને બનાવવામાં ઘણી વિચિત્ર ભૌગોલિક પરિસ્થિતિઓનો સામનો કર્યો, પરંતુ બીઆરઓએ રાત-દિવસ મહેનત કરી અને ફક્ત 6 દિવસના રેકોર્ડ સમયમાં પુલ બનાવી લીધો છે.
70 કામદારોએ 6 દિવસમાં 120 ફૂટ લાંબો બ્રિજ તૈયાર કરી લીધો
બેઈલી બ્રિજના નિર્માણથી સેના અને ITBPના જવાનોને ચીનની સરહદ સુધી પહોંચવામાં રાહત મળશે. લશ્કરી જરૂરિયાતની ચીજો પણ મિલામમાં સરળતાથી પહોંચી શકશે. BROએ 120 ફૂટ ઊંચા બેઇલી બ્રિજ બનાવવા માટે 70 મજૂરો સાથે પોકલેન્ડ મશીનનો ઉપયોગ કર્યો હતો.
બ્રિજ દ્વારા ચીનની સરહદ તરફના માર્ગ માટે માલ વહન કરવામાં આવતો હતો
મુનસ્યારીના ધાપામાં બનેલો આ પુલ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે અને સરહદ ગામ મિલામને બાકીના ઉત્તરાખંડ સાથે જોડવા માટે વપરાય છે. મિલામથી ચીન સરહદ સુધી 65 કિલોમીટર લાંબી રસ્તો બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ માટે, પહાડો અને કાટમાળ કાપવા માટે વપરાયેલી ભારે મશીનરી અને બાંધકામનો સામાન મિલામમાં લઈ જવામાં આવી રહ્યો છે. બ્રિજ તૂટી જવાને કારણે ચીનને જોડતો રસ્તો કાપવાની અસર થઈ હતી, પરંતુ બીઆરઓએ આ પુલને 6 દિવસમાં તૈયાર કરીને મોટી રાહત આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..