રાજકોટમાં શરમજનક ઘટના આવી સામે! ‘તું શરીર સંબંધ બાંધવા નહિ દે તો…’, એમ કહીને નરાધમે ધો.12ની વિદ્યાર્થિનીનો દેહ ત્રણ ત્રણવાર પિંખ્યો

રાજકોટ શહેરમાં વધુ એક યુવતી ત્રણ ત્રણ વખત હવસનો શિકાર બની હોવાનું સામે આવ્યું છે. જ્યારે સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ (University police) દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક સગીરાનો (minor girl molestation) ત્રણ ત્રણ વખત દેહ પિંખવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર મામલે પરિવારજનોને જાણ થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ત્યારે યુનિવર્સિટી પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, એટ્રોસિટી તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિત ની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસમાંથી મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ આલાપ ગ્રીન સિટી પાસે રહેતા એક પરિવારની 17 વર્ષીય દીકરી સાથે દુષ્કર્મ થયા હોવાની ફરિયાદ નોંધાવા પામી છે. દુષ્કર્મ બીજા કોઈએ જ નહીં પરંતુ સંજય ધર્મેન્દ્ર ભાઈ કણજારીયા નામના 30 વર્ષીય યુવકે આચર્યું હોવાનું સામે આવ્યું છે.

સંજય કણજારીયા એ સૌપ્રથમ સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેની એકલતાનો લાભ લઇ પરાણે પ્રેમ સંબંધ રાખી સગીરાને શરીર સંબંધ રાખવાની ફરજ પાડી હતી. આ સમયે સગીરાએ શરીર સંબંધ બાંધવા બાબતે ના પડી હતી.

ત્યારે સંજય કણજારીયાએ સગીરાને જણાવ્યું હતું કે, જો તું શરીર સંબંધ નહીં બાંધે તો તારા ભાઈને જાનથી મારી નાખીશ. જેના કારણે સગીરા દેખાઈ ગઈ હતી. ત્યારે સગીરાની ના હોવા છતાં હવસખોર સંજયે બળજબરીપૂર્વક સગીરા સાથે સંબંધ બાંધ્યો હતો.

એક નહિ પરંતુ ત્રણ ત્રણ વખત સંજય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. 6 ફેબ્રુઆરીના રોજ સગીરા સ્કૂલે જવાનું કહીને નીકળી હતી પરંતુ પિતાએ તપાસ કરતાં સ્કૂલમાં રજા હોવાનું ખુલ્યું હતું. ત્યારે દીકરીની શોધખોળ કરનાર પિતાને સંજય ના ઘર પાસેથી દીકરીની સાઇકલ તેમજ સંજયના ઘરમાંથી દીકરી મળી આવી હતી.

ત્યારે સમગ્ર મામલે દીકરીના પિતાએ સંજયની પૂછપરછ કરતાં, સંજયે જણાવ્યું હતું કે મારો બર્થ ડે હતો એટલે તમારી દીકરીને બોલાવી હતી. ત્યારે ત્રણ દિવસ સુધી દીકરી ગુમ સુમ રહ્યા બાદ પોતાની સાથે અઘટીત ઘટના બની હોવાનું પરિવારજનોને જણાવતા પરીવારજનો ઉપર જાણે કે આભ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો