ચા વેચતા આ બાળકની ઉંમર છે માત્ર 14 વર્ષ…જે ઉંમરે હાથમાં પુસ્તકો હોવા જોઈએ એ હાથ આજે ચા બનાવવા મજબૂર થયા છે. મુંબઈના આ કિશોરનું નામ સુભાન છે. લોકડાઉનમાં માતાની નોકરી જતી રહી અને બે બહેનોના ઓનલાઈન ક્લાસનો ખર્ચ પણ આવ્યો. આખરે બન્ને બહેનો માટે સુભાને પોતાનો અભ્યાસ છોડી દીધો, અને પરિવારનું પેટિયું રળવા ચા વેચવાનું શરૂ કરી દીધું. માત્ર બે વર્ષની ઉંમરે જ સુભાને પિતાની છત્રછાયા ગુમાવી હતી.
Mumbai: A 14-year-old boy, Subhan sells tea to support his family after his mother's earnings stopped, amid #COVID19 pandemic. She worked as a school bus attendant. He says, "My father died 12 years ago. My sisters study via online classes, I'll resume mine after schools reopen." pic.twitter.com/bwgVMCTkYI
— ANI (@ANI) October 29, 2020
કોરોનાકાળમાં સ્કૂલમાં આયા તરીકે નોકરી કરતી માતાની નોકરી જતાં ચાર સભ્યોના પરિવારના નિભાવ માટે સુભાન એકમાત્ર આધાર હતો. ભણવામાં હોશિયાર સુભાને ભારે હૈયે પોતાનું ભણવાનું છોડી કુમળા હાથથી ચા વેચવાનું શરૂ કરી દીધું. સુભાનને ઈંગ્લીશ મીડિયમમાં ભણીને આગળ વધવું છે, તે કહે છે કે, આ કપરો સમય પણ જતો રહેશે. છેલ્લા પાંચ મહિનાથી સુભાન મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં ચા વેચી રહ્યો છે.પોતાની પાસે દુકાન ન હોવાથી તે અન્યની દુકાનમાં આ કામ કરી રહ્યો છે. દિવસ-રાત મહેનત કરીને 300-400 રૂપિયા કમાતા સુભાનની કહાણી સામે આવતાં લોકોમાં તે ચર્ચાનો વિષય બની ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..