મોડાસાની યુવતી પર દુષ્કર્મને લઈ આ બોલિવૂડ સ્ટાર આવ્યા મેદાને, કહ્યું-ગુનેગારોને જાહેરમાં ફાંસી આપો

5 જાન્યુઆરીએ સાયરા (અમરાપુર)ની કોલેજિયન યુવતીની લટકતી લાશ મળી હતી. આ મામલે 4 શખ્સ સામે દુષ્કર્મ અને હત્યા સહિત એટ્રોસિટીનો ગુનો નોંધાયો છે. યુવતીની ગઈકાલે અંતિમવિધિ કરાઈ હતી. ત્યારે તેના હત્યારા અને દુષ્કર્મીઓને સજા કરાવવા માટે અરવલ્લી, અમદાવાદ મોડાસા દુષ્કર્મ કેસ, રિતેશ દેશમુખે ટ્વિટ કરી ઠાલવ્યો રોષ, કહ્યું-ગુનેગારોને જાહેરમાં ફાંસી આપો અને સાબરકાંઠામાં કેન્ડલ માર્ચ અને રેલીઓ યોજાઈ છે. જસ્ટિસ ફોર કાજલના હેસ ટેગ સાથે સોશિયલ મીડિયામાં લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે. ત્યારે બોલિવુડ અભિનેતા રિતેશ દેશમુખે ટ્વિટ કરીને લખ્યું છે કે, 19 વર્ષીય યુવતીનું અપહરણ, ગેંગ રેપ, મર્ડર અને ઝાડ પર લટકાવી દીધી. તે કયા ધર્મની હતી તે ભૂલી જાવ. તેની જ્ઞાતિ પણ ભૂલો. માત્ર એટલું યાદ રાખો કે તે એક યુવાન છોકરી જેને તેની આખી જિંદગી માટે સપના અને આકાંક્ષાઓ હતી. ગુનેગારોને જાહેરમાં ફાંસી આપો.

યુવતી લાશ મળ્યાથી લઈ અંતિમવિધિ સુધીનો ઘટનાક્રમ

મોડાસાના સાયરા(અમરાપુર)ની કોલેજિયન યુવતી 31મીએ ડિસેમ્બરથી પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ ઝાડ પર લટકતી હાલતમાં રવિવારે 5 જાન્યુઆરીએ લાશ મળી આવતાં યુવતીના પરિજનો તથા અનુસૂચિત જાતિ સમાજે આરોપીઓ સામે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધ્યા પછી જ લાશ સ્વીકારવાની માંગ કરી હતી. પણ પોલીસે માંગણી ન સ્વીકારતાં અનુસૂચિત જાતિ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને સોમવારે 6 જાન્યુઆરીએ સમાજે મોડાસામાં ચક્કાજામ અને પીએચસીની બહાર આખી રાત ધરણા કરી પોલીસ સામે આક્રોશ દર્શાવ્યો હતો. જેના પગલે મોડાસામાં તંગદિલી સર્જાતાં વાતાવરણ તંગ બન્યું હતું અને મોડાસા પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. મંગળવારે 7 જાન્યુઆરીએ પોલીસે સમાજનો આક્રોશ જોઇ ચાર વિરુદ્ધ, અપહરણ, દુષ્કર્મ, હત્યા અને એટ્રોસિટી એક્ટ મુજબ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ એસટી એસસી સેલ ના ડીવાયએસપી ગઢવીને સોંપી હતી. તેમજ યુવતીના મૃતદેહને મંગળવારે રાત્રે અમદાવાદ પીએમ માટે ખસેડાયો હતો. બુધવારે 8 જાન્યુઆરી પીએમ કરાવ્યા બાદ યુવતીના માતા-પિતાની તબિયત લથડતાં મોડી રાત્રે 2 વાગ્યે મૃતદેહ સ્વીકારીને પરિવાર વતન ગયો હતો. શુક્રવારે 9 જાન્યુઆરીએ સમાજની રીતરિવાજ મુજબ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં અંતિમવિધિ કરાઈ હતી.

તમને જણાવી દઇએ કે, આ મામલે રિતેશ દેશમુખની પત્ની જેનેલિયા ડિસૂઝાએ પણ કાજલ માટે ટ્વીટ કર્યું છે. જેનેલિયાએ લખ્યું છે. આવા કૃત્ય માટે આપણે ખાલી માંગતા રહીશું અને કોઇ સખત પગલા નહી ભરી શક્તા, આપણે આ પ્રકારના ગુના માટે શામાટે ફેલ થઇએ છીએ… હાર્ટબ્રોકન… #Justiceforkajal

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો