રશિયાની વેક્સીનનો પ્રથમ સત્તાવાર ફોટો સામે આવ્યો, રાષ્ટ્રપતિ પુતિનની દીકરીને વેક્સીન આપ્યા બાદ શરીરનું તાપમાન ઘટી ગયું, મોટી સંખ્યામાં એન્ટિબોડીઝ બની

રશિયા સત્તાવાર રીતે કોરોનાની વેક્સીન રજિસ્ટર કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. વેક્સીનનો પહેલો ડોઝ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની દીકરીને આપવામાં આવ્યો હતો. તેને બે ડોઝ આપવામાં આવ્યા. ડોઝ આપ્યા બાદ શરીરના તાપમાનમાં થયેલા ફેરફારોને રેકોર્ડ કરવામાં આવ્યા. પુતિનના જણાવ્યા પ્રમાણે, પહેલો ડોઝ આપવા પર તેના શરીરનું તાપમાન 38 ડિગ્રી હતું. જ્યારે વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો ત્યારે તાપમાન 1 ડિગ્રી ઘટીને 37 ડિગ્રી થઈ ગયું.પરંતુ થોડા સમય પછી તાપમાન ફરી વધ્યું, જે ધીરે ધીરે સામાન્ય થઈ ગયું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બે દીકરીઓમાંથી કોણે લગાડવામાં તે નથી જણાવ્યું

પુતિનને બે દીકરીઓ મારિયા અને કેટરિના છે. વેક્સીન બંનેમાંથી કોણે આપવામાં આવી છે તે પુતિને સ્પષ્ટ નથી કર્યું પરંતુ તેમના જણાવ્યા પ્રમાણે, વેક્સીન આપ્યા બાદ તે સારું અનુભવી રહી છે. તેમાં મોટી સંખ્યામાં એન્ટિબોડીઝ બન્યા છે. વેક્સીનની ઘણા પ્રકારની તપાસ કરવામાં આવી છે અને તે સુરક્ષિત સાબિત થઈ છે.

દાવો-20 દેશોએ વેક્સીન માટે ઓર્ડર આપ્યો

રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોના જણાવ્યા પ્રમાણે, દુનિયાભરના 20 દેશોએ અમારી વેક્સીન સ્પુતનિક-વી માટે પ્રી-ઓર્ડર આપ્યો છે. રશિયાના ડાયરેક્ટર ઈન્વેસ્ટમેન્ટ ફંડ વેક્સીનનું મોટી માત્રામાં ઉત્પાદ કરવા અને વિદેશમાં પ્રમોટ કરવા માટે રોકાણ કરી રહ્યા છે. રશિયાની વેબસાઈટે દાવો કર્યો છે કે, ભારત, સાઉદી અરેબિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, બ્રાઝિલ, મેક્સિકો જેવા દેશોએ આ વેક્સીન ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

ભારતમાં ત્રીજા તબક્કાનું ટ્રાયલ થઈ શકે છે

રશિયાની વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, 2020ના અંત સુધીમાં વેક્સીનના 20 કરોડ ડોઝ તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. તેમાંથી 3 કરોડ ડોઝ રશિયા પોતાના માટે રાખશે. વેક્સીનનું ઉત્પાદન સપ્ટેમ્બરમાં શરૂ થશે. રશિયા ત્રીજા તબક્કાનું ટ્રાયલ કરવાની ઘણા દેશોમાં યોજના ધરાવે છે, તેમાં સાઉદી અરેબિયા, ભારત અને ફિલિપાઇન્સ સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો