કોરોના વાઈરસના કારણે ચીનમાં જે સત્તાવર મૃત્યુઆંક દર્શાવવામાં આવ્યો છે તેના કરતા મૃત્યુઆંક વધારે ઊંચો હોવાની ચોકાવનારી વાત ચીનના બ્લોગરે કરી છે. ચીનના બ્લોગરે કરેલા ડેટા એનાલિસિસ પ્રમાણે તેણે દાવો કર્યો છે કે ચીનમાં કોરોના વાઈરસથી મૃત્યુઆંક 20 લાખ હોય શકે છે.
ચીનની સરકાર દ્વારા તમામ ન્યૂઝ અને ઈન્ફોર્મેશન ઉપર સીધો કંટ્રોલ છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાઈરસથી 3227 લોકોના મોત થયા છે અને 81093 લોકો પોઝિટિવ છે. આ વાઈરસ સૌથી પહેલા ચીનના વુહાન શેહરથી ફેલાયો હતો. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ મૃત્યુઆંક સામે ચીનના ઘણા નાગરિકોએ ડોક્યુમેન્ટ અને વીડિયો જાહેર કરીને પ્રશ્નો ઉઠાવ્યા છે. આ ડોક્યુમેન્ટમાં કહેવામાં આવ્યુ છે કે છેલ્લા ત્રણ મહિનામાં ચીનમાં 21 મીલિયન (બે કરોડ 10 લાખ) સેલફોન યુઝર ઓછા થઈ ગયા છે.
ન્યૂયોર્ક સ્થિતિ ચીનના બ્લોગર જેનિફર ઝેંગે 19 માર્ચના રોજ જાહેર કરવામાં આવેલા સત્તાવર ડેટા સાથે આ વાત કરી છે. જે દર્શાવે છે કે ફેબ્રઆરી 2020માં સેલફોન યુઝર 1.600957 બિલિયનથી ઘટીને 1.579927 બિલિયન થઈ ગયા છે. આ જ રીતે લેન્ડલાઈનના યુઝર છેલ્લા મહિનામાં 190.83 મિલિયનથી 189.99 મિલિયન એટલે કે 8 લાખ 40 હજારનો ઘટાડો થયો છે.
18 ડિસેમ્બર 2019 અને નવેમ્બર 2019માં જાહેર કરવામાં આવેલા ડેટાની સરખામણી કરીએ તો સેલફોન અને લેન્ડલાઈન યુઝરમાં જોરદાર ઘટાડો થયો છે. ગયા વર્ષના આજ મહિના ડેટો જોઈએ તો તેમાં સેલ ફોનની સંખ્યામાં 24.37 મિલિયન અને લેન્ડલાઈન યુઝરમાં 6.64 મિલિયનનો વધારો જોવા મળ્યો હતો. જોકે આ બ્લોગમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોરોના વાઈરસના કારણે મોતને ભેટનાર લોકોના એકાઉન્ટ બંધ પણ કરી દેવામાં આવ્યા હોય શકે છે.
અમેરિકા સ્થિતિ સ્વતંત્ર મીડિયા The Epoch Times, જે અમેરિકન ચાઈનિઝ દ્વારા ચલાવવામાં આવે છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ચીનમાં સેલફોન તો ખુબજ જરૂરી વસ્તુ છે, જે રીતે સરકારે લોકોના જીવન પર કાબૂ રાખ્યો છે તે જોતો તો તે અહીં અતી જરુરી છે.
ચાઈના મોબાઈલનામની કંપની પાસે ચીનના માર્કેટના કુલ 60 ટકા ફોન છે, જેના ડેટા પ્રમાણે તેઓએ ડિસેમ્બર 2019માં 3.73 મિલિયન ખાતા ખોલ્યા હતા. જાન્યુઆરીમાં 0.86 મિલિયન ગુમાવ્યા હતા, જ્યારે ફેબ્રુઆરી 2020માં 7.25 મિલિયન ખાતા ગુમાવ્યા હતા.
ચાઈના ટેલિકોમ નામની બીજી કંપની માટે 21 ટકા માર્કેટ છે. તેઓએ ડિસેમ્બર 2019માં 1.18 મિલિયન ખાતા નવા ખોલ્યા હતા. જ્યારે જાન્યુઆરીમાં 0.43 મિલિયન અને ફેબ્રુઆરીમાં 5.6 મિલિયન ખાતા ગુમાવ્યા હતા.
The Epoch Timesના કહેવા પ્રમાણે ચીનમાં દરેક પુખ્ત વયની વ્યક્તિ પાંચ સેલફોન રાખી શકે છે. ચીનમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સેલફોન નંબર દ્વારા ઓનલાઈન ભણી શકે છે.
લેન્ડલાઈનમાં ઘટાડાનું એક કારણ એ પણ કહેવામાં આવે છે કે દેશવ્યાપી ક્વોરેન્ટાઈનની જાહેરાતને માનવમાં આવે છે. શટડાઉનના કારણે જેમની પાસે વધારાનો નંબર હોય તે પણ કરાવી દીધો હોય. પણ જો કોરોના વાઈરસમાં મોત થવાથી 10 ટકા પણ એકાઉન્ટ બંધ થયા હોય તો પણ તે નંબર બે મિલિયન થાય છે તેવો આ સમાચાર પત્રમાં દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ ઈટાલીમાં જે રીતે કેસની સામે મૃત્યુઆંક છે તે સૂચવે છે કે ચીને મૃત્યુઆંક છૂપાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..