રાધનપુરમાં શહેર ભાજપ પ્રમુખ સામે ખૂદ માતા અને બહેને નોંધાવી પોલીસ ફરિયાદ, ખોટી રીતે સહીં કરાવી મિલકત કબ્જે કરી લીધી હોવાનો આક્ષેપ. અવાર નવાર ભાજપના હોદ્દેદારો અને નગરસેવાક સામે ભ્રષ્ટાચાર અને કૌભાંડની ફરિયાદો સામે આવતી હોય છે ત્યારે ફરી એક ભાજપના હોદ્દેદાર સામે ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે પાટણ રાધનપુરમાં શહેર ભાજપ પ્રમુખ સામે ખૂદ માતા અને બહેને પોલીસ ફરિયાદ નોંધાવી છે
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કલ્પેશ ઠક્કર સામે મિકલત પચાવવાનો આરોપ
શહેર પ્રમુખ સામે પોતાની માતાને મિલકત માટે ઘરની બહાર કાઢી મુકવાની અને ખોટી સહીંઓ કરાવીને પિતાની મિલકતને પોતાની નામે કબ્જે કરી લેવાની રાધનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પિતાના મૃત્યુ બાદ કલ્પેશ ઠક્કર જેઓ રાધનપુરમાં ભાજપના શહેર પ્રમુખ તરીકે હોદ્દો ધરાવે છે તેઓએ માતાને પોતાની વાતોમાં ફસાવીને માતાના નામની મિલકતોને પોતાના અને દિકરીને નામે કરી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મિલકત માટે પોતાની માતાને જ ઘરની બહાર કાઢ્યાં
એટલું જ નહીં પિતાના મુત્યુ બાદ માતાને મકાનમાંથી બહાર પણ કાઢી દેવામાં આવતા માતા પોતાની દિકરીના ઘરે રહેવા મજબૂર બન્યા છે સમગ્ર મામલે પ્રમુખના વૃદ્ધ માતાએ પોતાની હૈયા વરાળ ઠાલવતા કહ્યું હતું કે “મારા છોકરાએ મારી પાસેથી બધી મિલકત પડાવી લીધી મારો છોકરો રાધનપુર ભાજપ શહેરનો પ્રમુખ છે. મને એક પણ પૈસો આપતો નથી હુ ચાર મહિનાથી મારી છોકરીને ઘરે રહુ છું,”
પુત્ર સામે માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ
જ્યારે માતાની પુત્રી ભાવના ઠક્કરે પણ પોતાના ભાઈ સામે પોતાનું નિવેદન આપતા જણાવ્યું કે મારા ભાઈએ મારી માતાને માનસિક ત્રાસ આપી ઘરેથી બહાર ધકેલી દીધી હતી, મારા ભાઈએ માતા સાથે ખોટી રીતે સહીઓ કરાવી, છેતરપિંડી કરીને અડધી મિલકતો વેંચી નાખી છે અને અડધી મિલકતે પોતાની દીકરીને નામે કરી નાખી છે. જેને લઈ માતા તથા પુત્રીએ રાધનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પણ છતા હજું સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવીનું માતા અને પુત્રીએ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..