નવસારીઃ કળિયુગી શિક્ષકે ગુરુ શિષ્યના સંબંધોને લાંછન લગાડ્યું, ભણાવવાના બહાને વિદ્યાર્થિનીને ઘરે બોલાવી આચર્યું દુષ્કર્મ, પરિવારે ‘લંપટને’ ધોઈ નાંખ્યો

શિક્ષણ જગતનું માથું શરમથી નીચે થઈ જાયે એવી ઘટના સામે આવી છે. કળિયુગી શિક્ષકે ગુરુ શિષ્યના સંબંધોને લાંછન લગાડ્યું હતું. બીલીમોરાની ખ્યાતનામ શાળામાં ભણાવતા લંપટ શિક્ષકે વિદ્યાર્થિની (teacher molestation with students) સાથે શરીર સંબંધો બાંધ્યા હતા. ભણાવવાના બહાને વિદ્યાર્થિનીને શિક્ષકે પોતાના ઘરે વલસાડ (valsad) બોલાવીને શરીર સંબંધ બાંધ્યો હતો. જોકે, શિક્ષકના લગ્નની જાણ થતાં યુવતીના પરિવારજનોએ પીઠીના દિવસે જ શિક્ષકને મેથીપાક (teacher beaten) ચખાડ્યો હતો. ત્યારબાદ ફરિયાદના આધારે પોલીસે (police arrested teacher) શિક્ષકની ધરપકડ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે વલસાડમાં રહેતા મયુર રાણા બીલીમોરાની ખ્યાતનામ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેણે એક વિદ્યાર્થિનીને ભણાવવાના બહાને વલસાડમાં પોતાના ઘરે બોલાવી હતી. ત્યારબાદ હવસખોર શિક્ષકે વિદ્યાર્થિની સાથે શરીર સંબંધો બાંધીને હવસ સંતોશી હતી.

થોડા દિવસ બાદ શિક્ષકના લગ્નન થવાના હોવાની જાણ થઈ હતી. ત્યારે 22 વર્ષીય વિદ્યાર્થિનીના પરિવારજનો વલસાડ પહોંચ્યા હતા. શિક્ષકની પીઠીના દિવસે જ શિક્ષકને માર માર્યો હતો. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

વધુ મળતી માહિતી પ્રમાણે સમગ્ર મામલે વલસાડ પોલીસે મધ્યસ્થી કરીને યુવતીના પરિવારજનોને બીલીમોરા પોલીસમાં કેસ કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ પીડિત યુવતીએ લંપટ શિક્ષક વિરુદ્ધ બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

યુવતીની ફરિયાદ બાદ પોલીસ લંપટ શિક્ષકની ધરપકડ કરી હતી. અને તેને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. શિક્ષકના લગ્નના દિવસોમાં જ માંડવાના બદેલ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો