સારીકા મહેતા અને ઋતાલી પટેલે દુનિયાના 3 ખંડના 21 દેશોની યાત્રા 89 દિવસમાં પુરી કરી, દરરોજ 500 કિ.મી.નું અંતર કાપતી

સુરતની બે મહિલાઓએ 89 દિવસમાં 3 ખંડના 21 દેશમાં બાઈક દ્વારા 21 હજાર કિલોમીટર બાઈક રાઈડ કરી છે. મહિલાઓનો ઉત્થાન અને વિકાસ સારી રીતે કરી શકાય તે માટે યુનાઈટેડ નેશનના સહયોગથી બાઈકિંગ ક્વિન્સના સારીકા મહેતા, જીનલ શાહ અન ઋતાલી પટેલ દ્વારા રાઈડ કરવામાં આવી હતી. રશિયામાં જીનલ શાહનો પાસપોર્ટ ખોવાઈ જતા સુરત પરત ફર્યાં હતાં, જ્યારે સારિકા અને ઋતાલી રાઈડ પુરી કરી લંડનથી પ્લેન દ્વારા સુરત આવ્યા હતાં.

માઈનસ 9 ડિગ્રી તાપમાનમાં પણ રાઈડ કરતા હતા

બાઈકિંગ ક્વિન્સના ફાઈઉન્ડર સારિકા મહેતાએ વાત કરતાં જણાવ્યું કે, ‘અમે રોજ ઓછામાં ઓછા 500 કિમીનું અંતર કાપતા હતા. સવારે 8 વાગ્યે નીકળી સાંજે 7 વાગ્યા સુધી બાઈક રાઈડ કરતા હતા. ક્યારેક દિવસના 800 કિલોમીટરનું અંતર પણ કાપતા હતા. અમે 29 ડિગ્રીનાં તાપમાનમાં તેમજ માઈનસ 9 ડિગ્રીમાં પણ બાઈક રાઈડ કરતા હતા. ઘણી જગ્યાએ તો એવાં જંગલમાં પણ રાઈડ કરી હતી જ્યાં દૂર દૂર સુધી કોઈ દેખાતું જ ન હતું. કેટલીક જગ્યાઓએ તો 300 કિમી સુધી રસ્તાઓ જ ન હતા.

રાઈડમાં ફિલ્મ જેવા એડવેન્ચર

89 દિવસનો આખો પ્રવાસ ખૂબ જ એડવેન્ચરવાળો રહ્યો. અમે જ્યારે રશિયામાં પ્રવેશ કરી મોસ્કો પહોંચ્યા. ત્યાં અમે અમારી ડોક્યુમેન્ટરી
શૂટ કરી રહ્યાં હતાં. એ સમયે મારી સાથેની જીનલ શાહનું વોલેટ ખોવાઈ ગયું હતું. જેમાં તેમના પાસપોર્ટ, વિઝા, પર્સનલ ડોક્યૂમેન્ટ હતા. આ વસ્તુ અમને ત્યારે ખબર પડી જ્યારે અમે રશિયાની સરહદ પર હતા. અમે ત્યાંની એમ્બેસીમાં સંપર્ક કર્યો. દરેક પ્રયત્નો કર્યાં કે જીનલ આગળ વધી શકે. પરંતુ અમારી પાસે ભારત ફરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. કારણ કે, ડોકયૂમેન્ટસ વગર બાઈક સાથે આગળ વધી શકાય એવુ હતું જ નહીં. તેથી જીનલ શાહ પરત ફર્યાં અને અમે પ્રવાસ માટે આગળ વધ્યા હતા.

આટલા દેશનો પ્રવાસ કર્યો

ત્રણ મહિલાઓએ એશિયા, આફ્રિકા અને યુરોપ ખંડના 21 દેશોમાં રાઈડ કરી હતી, જેમાં લંડન, મોરોક્કો, સ્પેન, ફ્રાન્સ, બેલ્જીયમ, નેધરલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, લેચેનસ્ટાઈન, ઓસ્ટ્રેલિયા, જર્મની, પોલેન્ડ, બેલારુસ, લિથુનિયા, લટવિયા, રશિયા, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ચેકોસ્વાલિયા, કિર્ગીસ્તાન, ચાઈના, લાઓસ, થાઈલેન્ડ, મ્યાનમાર, નેપાળ અને ભારતના વિવિધ શહેરોમાં રાઈડ કરી હતી.

નેધરલેન્ડમાં બાઈક ચોરાઈ

અમે નેધરલેન્ડમાં એમસ્ટરડેમમાં હતા ત્યારે એક હોટલમાં રોકાયા હતા. અમે નેધરલેન્ડથી બાર્સેલીના જવા નીકળવાના હતા તેના આગળના દિવસે રાત્રે હોટલમાં બાઈક પાર્ક કર્યું હતું. પરંતુ સવારે જોયું ત્યારે અમારા બાઈક ચોરાઈ ગયા હતા.એ જોઈ અમને એકદમ શોક લાગ્યો હતો. કારણ કે, અમારા પ્રવાસ માટેનું માધ્યમ જ બાઈક છે. અમે પોલીસ ફરિયાદ કરી. ત્યાં સીસીટીવી ફુટેજ જોવા માટે પણ પહેલા કોર્ટની પરમિશન લેવી પડે. પરંતુ તેમાં અમારો ઘણો સમય જઈ રહ્યો હતો. બાઈક ચોરી થયું એટલે એ ક્યારે મળી શકે તેનો કોઈ સમય નક્કી ન હતો. મહિનાઓ અને વર્ષ પણ લાગી શકે એવું હતું. ત્યારે અમને બે જ વિકલ્પો આપવામાં આવ્યા હતા કે તમે પ્લેનમાં તમારો પ્રવાસ આગળ વધારી શકો છે. કયાં તો ભારત પાછા ફરી શકો છો. એ સમયે અમે ઘણા નિરાશ થઈ ગયા હતા. એ સમયે મેં મારા ઘરે ફોન કર્યો. અને આખી વાત કહી. ત્યારે મારા પરિવાર સાથે વાત કરી કે આ વખતે હું પ્રવાસ પૂરો નહીં કરી શકું. આવુ સાંભળી મારી દીકરીએ કહ્યું કે ‘મમ્મી તમે કેમ આ સફરનો અંત કરો છે? તમે બીજી બાઈક લઈને પણ પ્રવાસ પૂરો કરી શકો છો.’ એવું જરૂરી નથી કે, આ બાઈકથી જ પ્રવાસ પૂરો કરવો.’ અને એની ઉપર જ મેં અમલ કર્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો