સુરતમાં TRB જવાનને યુવકે લાફો ઝીંકીને ધમકાવ્યો, ‘તું મને ઓળખતો નથી, તારી નોકરી સાચવ’

કોરોના વાયરસને લઇને લૉકડાઉન વચ્ચે છૂટછાટ આપવામાં આવી છે પણ લોકોને માસ્ક પહેરવા માટેના આદેશ વચ્ચે સુરતના વેડ દરવાજા ચાર રસ્તા પાસે બપોરે ટ્રાફિક પોલીસ વાહન ચેકીંગ કરતા હતા. ત્યારે બે યુવાનો બાઇક પર માસ્ક પહેર્યા વિના રોંગ સાઈડ પર જતા હતા. આ બે યુવાનને પોલીસની સૂચનાથી ટીઆરબી દ્વારા અટકાવામાં આવતા બાઈક સવાર ઈસમ દ્વાર જવાનને એક લાફો ઝીંકી દીધો હતો. આ સાથે પોલીસ સાથે દૂરવ્યવહાર કરવામાં આવ્યો હતો. જોક, ભાગી છૂટેલા બાઈક સવાર બે ઈસમો વિરોધ ગુનો નોંધવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોના વાયરસ ને લઇને ચાલી રહેલા લૉકડાઉનમાં ગતરોજથી અનેક છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે લોકોને ફરજીયાત માસ્ક પહેરવાની પણ સૂચના તંત્ર દ્વારા આપવા આવી છે. ત્યારે ગતરોજ બપોરના સમયે વેડ દરવાજા ચાર રસ્તાથી સિંગણપોર જવાના રોડ પર વાહન ચેકીંગ દરમિયાન રોંગ સાઈડ આવેલા પલ્સર બાઈક ( નં. જીજે-19-એસ-0841 ) પર સવાર બે યુવાનોને પોલીસની સૂચનાથી ટિઆરબી જવાન દ્વારા અટકાવવામાં આવ્યાં હતાં. જવાને તેમને પૂછ્યું કે, રોંગ સાઈડ અને માસ્ક વગર કેમ ફરી રહ્યાં છો. તેવું કહેતાની સાથે બાઈક પર આવેલા બે યુવાનમાંથી સિગારેટ ફૂંકી રહેલા એક યુવાને ટીઆરબી જવાન મિથુન ચાવડાને ધમકાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, હું અહીંથી જ પલ્સર લઈને જઈશ, તું હજી મને ઓળખતો નથી, તારા કોઈ અધિકારીને પૂછ કે અમે કોણ છીએ. તું તારી નોકરી સાચવ, તારે દરરોજ અહીં જ નોકરી કરવાની છે, નહીં તો તારો દાવ કરી નાખીશ. તેવું કહીને એક તમાચો મારી દીધો હતો.

જેને લઇને ત્યાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી તાતકાલિક આવી પહોંચતા આ ઈઅમૉ દ્વારા તેમની સાથે પણ દૂરવ્યવહાર કરવામાં આવ્યો હતો. પોલીસે આ યુવાનનોની પૂછપરછ કરતા ઝહીર હસન ટેલર અને ચાલકે ઈબ્રાહીમ બુસા વરીયા તરીકે ઓળખ આપી હતી. જોકે બંનેવ યુવાનો દ્વારા તમાશો શરુ કરી લોક ટોળું એકત્ર કરવમાં આવ્યુ હતું. આ ટોળામાં એક 50 વર્ષીય આધેડ દ્વારા તમે અમારા માણસો ને કેમ હેરાન કરો છો કાહીને આ બંનેવ યુવાનો ત્યાંથી ભગાડી મુક્તા પોલીસે આ બંને યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પોલીએ આ મામલે વધુ તપાસ કરતા આરોપી ઝહીર ટેલરે અગાઉ પણ પોલીસ અધિકારીઓ તેમજ જવાનો સાથે માથાકૂટ કરી ચૂક્યો છે તેવું જાણવા મળ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો