ભારત-ચીન સરહદ વિવાદ પર ગત 15 મેનાં ગલવાન ખીણમાં ચીની સૈનિકોએ ખતરનાક ષડયંત્ર અંતર્ગત ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો. જો કે ચીન સૈનિકો તરફથી અચાનક થયેલા આ હુમલામાં ભારતીય જવાનોને મોટું નુકસાન થયું, પરંતુ ત્યારબાદ જે રીતે બિહાર રેજીમેન્ટનાં સૈનિકોએ મોરચો સંભાળ્યો તેનાથી ચીનનાં સૈનિકોની હાલત ખરાબ થઈ ગઈ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
18 ચીની સૈનિકોનાં ગળાનાં હાડકા તોડ્યા
મળતી માહિતી પ્રમાણે હિંસક હુમલામાં પોતોના કમાન્ડિંગ ઑફિસર કર્નલ બી. સંતોષ બાબૂનાં શહીદ થયા બાદ બિહાર રેજીમેન્ટનાં જવાનોનું રૌદ્ર સ્વરૂપ જોઇને ચીનનાં સૈનિકોનાં હોશ ઉડી ગયા. ભારતીય સૈનિકોએ એક-એક કરીને 18 ચીની સૈનિકોની ગરદન તોડી દીધી હતી. એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા 18 ચીની સૈનિકોનાં ગળાનાં હાડકા તૂટી ચુક્યા હતા અને ગળા ઝુલી રહ્યા હતા. કેટલાકનાં ચહેરા એટલા ખરાબ રીતે કચેડી દેવામાં આવ્યા હતા કે તેમને ઓળખવા મુશ્કેલ છે.
5 ગણા વધારે હતા ચીની સૈનિકો
એ રાત બિહાર રેજીમેન્ટનાં જવાનોની બહાદુરીની કહાની દુનિયા માટે એક ઉદાહરણ બની ગઈ. એ રાત્રે ચીની સૈનિકોની સંખ્યા ભારતીય સેનાની તુલનામાં 5 ગણી વધારે હતી, પરંતુ તેમ છતા આપણા બહાદુર સૈનિકોએ ચીની સેનાને એવો પાઠ ભણાવ્યો કે હવે તે શાંતિથી વાતચીતથી મુદ્દાનો ઉકેલ લાવવાની વાત કરી રહી છે. હિંસક અથડામણમાં કમાન્ડિંગ ઑફિસર કર્નલ બી. સંતોષ બાબૂ શહીદ થઈ ગયા તો બિહાર રેજીમેન્ટનાં સૈનિકોની ધીરજ તૂટી ગઈ.
4થી 5 કલાક સુધી ચાલી લડાઈ
ચીની સૈનિકોની સંખ્યા વધારે હતી, ત્યારબાદ ભારતીય સેનાએ પાસેની ટૂકડીને આ વિશે જાણ કરી અને મદદ માંગી. સૂચના મળ્યા બાદ જ ભારતીય સેનાની ‘ઘાતક’ ટૂકડી મદદ માટે પહોંચી. બિહાર રેજીમેન્ટ અને ઘાતક ટૂકડીનાં સૈનિકોની કુલ સંખ્યા ફક્ત 60 હતી, જ્યારે બીજી તરફ ચીનીઓ વધારે હતા. આ લડાઈ લગભગ 4 કલાક સુધી ચાલી. ચીની સૈનિકો પાસે તલવાર, ખીલાવાળા લોખંડનાં ડંડા હતા જેને છીનવીને ભારતીય સૈનિકોએ તેમના પર હુમલો કરવાનું શરૂ કર્યું અને બરાબરનો પાઠ ભણાવતા લગભગ 45 ચીનીઓને મારી પાડ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..