કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેના સંસદીય ક્ષેત્ર સ્થિત હોસ્પિટલમાંથી માનવતાને શર્મસાર કરતો એક ફોટો સામે આવ્યો છે. આ ફોટામાં એક માતા પોતાની નવજાત બાળકીને ટ્રેમાં મુકીને જ્યારે પિતા ખભા પર ઓક્સિજનનું સિલિન્ડર લઈને સારવાર માટે હોસ્પિટલના ચક્કર કાપતા દેખાઈ રહ્યા છે. માત્ર એટલું જ નહીં, આ હોસ્પિટલના સ્વાસ્થ્યકર્મીઓની બેદરકારીને કારણે નવજાતનું મોત થઈ ગયું. આ ફોટો ખૂબ જ દર્દનાક હોવાની સાથોસાથ બિહારની સ્વાસ્થ્ય વ્યવસ્થાને ઉજાગર કરી રહ્યો છે. દંપતિનો આ ફોટો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમે ફોટામાં જોઈ શકો છો કે, કઈ રીતે હોસ્પિટલની અંદર માતા-પિતા પોતાની નવજાત બાળકીનું જીવન બચાવવા માટે ભાગતા દેખાઈ રહ્યા છે. ફોટામાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, પિતા ખભા પર ઓક્સિજન સિલિન્ડર લઈને જ્યારે માતા બાળકીનું જીવન બચાવવા માટે હાથમાં ટ્રે લઈને દોડતી દેખાઈ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રીના સંસદીય ક્ષેત્રની હોસ્પિટલમાં આવી સ્થિતિ કદાચ જ પહેલા કોઈકે જોઈ હશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
જણાવી દઈએ કે, આ ફોટો બક્સર જિલ્લા હોસ્પિટલમાં 23 જુલાઈએ લેવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા દ્વારા ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફોટામાં એક મહિલાએ ટ્રેમાં પોતાના નવજાત બાળકને મુક્યું છે અને ખભા પર ઓક્સિજન સિલિન્ડર લઈને એક વ્યક્તિ મહિલાની સાથે હોસ્પિટલની અંદર ચાલતો દેખાઈ રહ્યો છે. ખભા પર આ સિલિન્ડર કોઈ મામૂલી સિલિન્ડર નથી, પરંતુ બક્સરની સ્વાસ્થ્ય વ્યવસ્થાનો છે, જ્યાં પેપર વર્ક પૂરું કરતા કરતા એક નવજાતનો જીવ ચાલ્યો ગયો. પીડિત વ્યક્તિએ પ્રાઈવેટ હોસ્પિટલથી લઈને સરકારી હોસ્પિટલની બેદકારીની વાત કહી હતી. આ અંગે સિવિલ સર્જને ડીએસને જિલ્લાધિકારીના ઉપ વિકાસ આયુક્તને સમગ્ર મામલાની તપાસની જવાબદારી આપી દીધી છે.
જણાવી દઈએ કે, રાજપુરના સખુઆના ગામમાં રહેતા સુમન કુમારે પોતાની પત્નીને ડિલીવરી માટે બક્સર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવી હતી, પરંતુ હોસ્પિટલના કર્મચારીઓએ ડિલિવરી કરાવવાનો ઈનકાર કરી દીધો, ત્યારબાદ તે પોતાની પત્નીને લઈને પ્રાઈવેટ હોસ્પિટલમાં ગયો. ત્યાં ડિલિવરી તો થઈ, પરંતુ બાળકને શ્વાસ લેવામાં તકલીફ થવા પર કર્મીઓએ પિતાના ખભા પર ઓક્સિજનનું સિલિન્ડર અને પ્રસૂતાને ટ્રેમાં નવજાતને આપીને જિલ્લા હોસ્પિટલમાં જવા માટે કહ્યું.
18 કિમીનું અંતર કાપીને લાચાર દંપતિ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યું. જ્યાં પેપર વર્ક પૂરું કરતા-કરતા દોઢ કલાક થઈ ગયો અને આ દરમિયાન નવજાતે દમ તોડી દીધો. હોસ્પિટલ પ્રશાસનની બેશર્મી અહીં જ નહીં અટકી, શવની સાથે દંપતિને ઘરે મોકલવા માટે હોસ્પિટલ પ્રશાસન તરફથી કોઈ પણ પ્રકારની ખાસ વ્યવસ્થા ન કરવામાં આવી. આ દરમિયાન જિલ્લા હોસ્પિટલમાં જ હાજર અન્ય વ્યક્તિએ આ ઘટનાનો ફોટો પાડીને મીડિયાને આપી દીધો, ત્યારબાદ આ મામલો સામે આવ્યો. હાલ આ ઘટના બાદ જિલ્લાધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..