અંબાલામાં કેન્ટના રસ્તાઓ પર 2 વર્ષથી ભીખ માગનાર યુવક આઝમગઢના કરોડપતિ પરિવારનો સભ્ય નીકળ્યો. માનસિક સ્થિતિ બગડી જતાં તે ઘરેથી ભાગી ગયો હતો. તેને પિતરાઈનો મોબાઈલ નંબર યાદ આવતા પરિવાર સાથે તેનું મિલન થયું છે. વ્યસનને કારણે તે ઘરેથી ભાગીને અંબાલા ભાગી ગયો હતો. ખરાબ હાલતને કારણે ભીખ માગી ગુજરાન ચલાવી રહ્યો હતો. યુવાન કરોડપતિ છે એ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે અંબાલાની ગીતા ગોપાલ સંસ્થાને યુવના ઘાયલ અવસ્થામાં મળી આવ્યો.
યુવાનની મદદ કરવાનો નિર્ણય સંસ્થા સાથે જોડાયેલા સાહિલે લીધો. પણ યુવાન તૈયાર ન થયો. ઘણાં પ્રયાસો બાદ તેને મનાવવામાં આવ્યો અને તેની સારવાર કરવામાં આવી. આ દરમિયાન સાહિલે યુવાન પાસેથી તેના પરિવાર બાબતે જાણવાનો પ્રયાસ કર્યો. ઘણાં પ્રયાસો બાદ યુવાને તેના ભાઈ શિશુપાલનો નંબર આપ્યો.
આ યુવાન ધનંજયે પહેલા તેનું નામ ધર્મેન્દ્ર જણાવ્યું હતું. જ્યારે તેની નાની બહેન નેહા જોડે વાત થઈ ત્યાર બાદ સમગ્ર કહાની સામે આવી. 2 વર્ષથી અંબાલામાં ભીખ માગી રહેલો ધનંજય એક સારા પરિવારનો ભણેલો યુવક છે. વ્યસનને કારણે તેની હાલત આવી થઈ ગઈ હતી. બે બહેનો વચ્ચે તે એકમાત્ર ભાઈ છે. ધનંજય આ પહેલા દિલ્હીમાં નોકરી કરતો હતો. ત્યાર બાદ તે અંબાલા આવી ગયો હતો. પણ પાછલા 2 વર્ષથી પરિવાર જોડે તેનો કોઈ સંપર્ક નહોતો.
બહેન તેને આઝમગઢ઼ લઈ ગઈઃ
ધનંજય અંબાલામાં ભીખ માગી તેનું જીવન ગાળી રહ્યો હતો. ગીતા ગોપાલ સંસ્થાએ તેના પરિવારનો સંપર્ક કર્યો અને તેની બહેન નેહા ધનંજયને અંબાલા લેવા આવી. જ્યાંથી નેહા તેના ભાઈ ધનંજયને આઝમગઢ઼ લઈ ગઈ. ધનંજયના પરિવારે જણાવ્યું કે તેમનો દીકરો પાછલા 2 વર્ષથી ગુમ હતો.
ધનંજયની બહેન નેહાએ જણાવ્યું કે તેના પિતા રાધેશ્યામ સિંહ કોલકતાની એક મોટી કંપનીમાં એચ.આર વિભાગમાં મોટા પદ પર છે. ધનંજય એક ગ્રેજ્યુએટ છે. બે વર્ષ પહેલા નશો કરવાની લતને કારણે તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો. અને એક દિવસ ધનંજય પોતાના પરિવારને કીધા વિના ભાગી ગયો હતો. જે હવે જઈને 2 વર્ષ બાદ અંબાલામાંથી મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..