ભાવનગરના વરતેજમાં માસ્ક વિના ફરતા લોકોને દંડ ફટકારતા પોલીસ કર્મચારી જ માસ્ક વિના જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં વરતેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI માસ્ક પહેર્યાં વગર જ લોકોને દંડ ફટકારી રહ્યા હોવાનું નજરે પડે છે. ASIનો આ વીડિયો એક સ્થાનિકે પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ASI વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે
ઘટનાની વિગત અનુસાર ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI એન.બી.જાડેજાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં ASI એન.બી.જાડેજા માસ્ક પહેર્યાં વગર જ જે લોકોએ માસ્ક ન પહેર્યું હોય તેને દંડ ફટકારતા જોવા મળે છે. માસ્ક ન પહેર્યું હોય તેવા લોકોને ASI 500 રૂપિયાનો દંડ ફટકારી રહ્યા હતા.
શું પોલીસકર્મીને કોઈ નિયમો લાગુ પડતા નથી?
સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને માસ્ક પહેરવું ફરજિયાત છે. પણ શું આ નિયમો માત્ર જનતા માટે જ ? કારણ કે ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનના ASI માસ્ક વગર જ લોકોને દંડ ફટકારતા જોવા મળ્યાં હતા. જ્યારે લોકોએ પૂછ્યું કે સાહેબ નિયમો માત્ર પ્રજા માટે જ છે? અધિકારીઓને લાગુ નથી પડતા તેના જવાબમાં ASIએ કહ્યું હતું કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો. જ્યારે ASI દંડની પહોંચ બનાવતા હતા ત્યારે ફરી પૂછ્યું કે સાહેબ શું આ નિયમો પોલીસકર્મીને લાગુ પડતા નથી. ASIએ જવાબ આપ્યો હતો કે કલેક્ટરને પૂછજો પોલીસ માટે કાયદો છે કે નહીં. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..