ભાવનગરના પાલિતાણામાં વ્યાજખોરોએ ઉઘરાણી મુદ્દે યુવક પર પેટ્રોલ છાંટ્યુ, દિવાસળી ચાપી જીવતો સળગાવ્યો, સારવારમાં થયું મોત

ભાવનગર જિલ્લાના (Palitana Bhavnagar) પાલિતાણામાં એક રૂંવાડા ઊભા કરી નાખતી ઘટના સામે આવી છે. અહીંયા વ્યાજખોરોએ કથિત રીતે પઠાણી ઉઘરાણીમાં (Finaciners Burnt Youth alive) એક યુવક પર પેટ્રોલ છાંટી અને તેને જીવતો સળગાવી નાખ્યો છે. આ યુવક 90 ટકા સળગેલી હાલતમાં ભાવનગરની સર ટી. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવકે હૉસ્પિટલના બિછાનેથી બે વ્યાજખોર લાલો કાઠી અને ભઈલો કાઠીના નામ આપ્યા અને પોતાને સળગાવી નાખ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, યુવકની હાલત જોઈને કોઈ પણ વ્યક્તિને આઘાત લાગી શકે છે.

બનાવની વિગત એવી છે પાલિતાણાથી 108 મારફતે આજે એક યુવકને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ યુવકનું નામ મહેમૂદ શાહ છે અને તે વ્યવસાયે છૂટક મજૂર છે. મહેમૂદે હૉસ્પિટલમાં જણાવ્યા મુજબ ”લાલો કાઠી અને ભઈલો કાઠી મને પેટ્રોલ નાખી અને દિવાસળી છાંટી અને નીકળી ગ્યા, મારી પાસેથી 5000 રૂપિયાની ઉઘરાણીમાં 40,000 રૂપિયા વ્યાજ લઈ ગયા હતા છતાં રકમ માટે દબાણ કરતા હતા. મને ભાવનગર રોડ પર બોલાવી અને કહ્યું કે આજે તો તને મારી નાખવો છે. એમ કહી અને લાલાએ અને ભઈલાએ પેટ્રોલ છાંટી અને મારા પર દિવાસળી નાખી દીધી’

જોકે, યુવકને 108 સુધી લઈ જનારા એક સ્થાનિકે જણાવ્યું કે અમે જોયું તો આ છોકરો સળગેલી હાલતમાં પડ્યો હતો એટલે અમે તાત્કાલિક 108માં ફોન કરી અને લઈ આવ્યા. જો અમે પાંચ દસ મિનિટ મોડા પડ્યા હોત તો પણ કદાચ આનો જીવ ન બચ્યો હોત’ દરમિયાનમાં યુવક મહેબૂબની હાલત હાલમાં નાજૂક હોવાનું તબીબો જણાવી રહ્યા છે. તેને પ્રથમ પાલિતાણાની માનસિંહજી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ બર્ન્સની માત્રા 90 ટકા હોવાથી ભાવનગર દાખલ કરવામાં આવ્યો છે.

ભોગ બનનાર મબૂબે કહ્યું કે ‘તેનો મોબાઇલ પણ આ શખ્સો ઝૂંટવી અને લઈ ગયા છે ત્યારે ભાવનગર જિલ્લામાં લુખ્ખા તત્વોને જાણે પોલીસ કે કાયદો અને વ્યવસ્થાની કોઈ બીક ન રહી હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં આ યુવકની સારવાર થઈ રહી છે ત્યારે આ મામલે પોલીસ કાર્યવાહી ક્યા પ્રકારની થાય છે તે જોવું રહ્યું’

સમગ્ર મુદ્દે પાલિતાણાના ડીવાયએસપી એ એવું નિવેદન આપ્યું હતું કે મૃતક બનાવ પહેલાં નજીકના એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ લેવા ગયો હતો. જે પેટ્રોલ પંપ સ્થિત સીસીટીવી કેમેરાનાં ફૂટેજમાં કેદ થયો હતો. આ બનાવ બાદ પોલીસે એક આરોપીને રાઉન્ડઅપ કરી સઘન પુછપરછ હાથ ધરી છે. અને તપાસ શરૂ હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ મૃતકનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મૃતક યુવાન સ્પષ્ટ પણે જણાવી રહ્યો છે કે વ્યાજખોરોએ નાણાં મુદ્દે પેટ્રોલ છાટી જીવતો સળગાવ્યો હતો. આ યુવાન પાસે મોબાઈલ પણ ન હોય મોબાઈલ પણ શાહુકારોએ જમા લીધો હતો.

દાઝેલી હાલતમાં ભોગ બનનાર મબૂબે કહ્યું કે ‘તેનો મોબાઇલ પણ આ શખ્સો ઝૂંટવી અને લઈ ગયા છે ત્યારે ભાવનગર જિલ્લામાં લુખ્ખા તત્વોને જાણે પોલીસ કે કાયદો અને વ્યવસ્થાની કોઈ બીક ન રહી હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં આ યુવકની સારવાર થઈ રહી છે ત્યારે આ મામલે પોલીસ કાર્યવાહી ક્યા પ્રકારની થાય છે તે જોવું રહ્યું’ મહેમૂદે હૉસ્પિટલમાં જણાવ્યા મુજબ ”લાલો કાઠી અને ભઈલો કાઠી મને પેટ્રોલ નાખી અને દિવાસળી છાંટી અને નીકળી ગ્યા, મારી પાસેથી 5000 રૂપિયાની ઉઘરાણીમાં 40,000 રૂપિયા વ્યાજ લઈ ગયા હતા છતાં રકમ માટે દબાણ કરતા હતા. મને ભાવનગર રોડ પર બોલાવી અને કહ્યું કે આજે તો તને મારી નાખવો છે. એમ કહી અને લાલાએ અને ભઈલાએ પેટ્રોલ છાંટી અને મારા પર દિવાસળી નાખી દીધી’

રાજ્યમાં વ્યાજખોરીનું દુષણ ડામવા પોલીસ પ્રયત્નશીલ છે. ત્યારે ગત 21મી ઑક્ટોબરે ડીજીપી આશિષ ભાટીયાએ તમામ રેન્જ આજી, તમામ પોલીસ કમિશ્નર અને તમામ જિલ્લાના એસપીને સૂચના આપી બેફામ બનેલા વ્યાજખોરો પર તૂટી પડવા આદેશ કર્યો છે. ડીજીપીએ એક પરિપત્ર પાઠવ્યો છે જેમાં મનીલેન્ડર્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.

આ પત્રમાં રાજ્યના પોલીસવડાએ જણાવ્યું હતું કે, રજિસ્ટ્રેશન વિના નાણાં ધીરવાની પ્રવૃત્તિ કરવી, નિયત દર કરતા વધુ વ્યાજે પૈસા ધીરવા, પૈસાની અવેજમાં મિલ્કત વસૂલવી, નાણાં વસૂલવા માટે દેણદાર ઉપર ત્રાસ ગુજારવો જે ઈપીકો કલમ 384, 387 હેઠળ ગુનો બને છે. વ્યાજખોરો સામે ગુનો દાખલ કર્યા બાદ સબંધિત જગ્યાઓએ તાત્કાલિક સર્ચ કરી આધાર પુરાવા મેળવવાની તાકીદ કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો