હૃદયરોગથી બચીને રહેવું હોય તો આજથી જ આ 8 સુપરફૂડ્સ ખાવાનું શરૂ કરી દો, જાણો અને શેર કરો

તંદુરસ્તીભર્યું જીવન જીવવા માટે અને હાર્ટને હેલ્ધી રાખવા માટે ફક્ત કસરત પૂરતી નથી, પરંતુ યોગ્ય આહાર અને ઊંઘ પણ લેવી જરૂરી છે.

હાથની બંધ મુઠ્ઠી સમાન નાના, કોમળ અને ચોવીસ કલાક અવિરત કામ કરનાર અગત્યનું અંગ હૃદય જીવનની લાઇફલાઇન છે. શરીરના આ મહત્વપૂર્ણ અવયવને સ્વસ્થ અને ફિટ રહે તે માટે ડાયટ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આમ તો હાર્ટને હેલ્ધી રાખવા કસરત અને ડાયટ બંને પર ધ્યાન આપવું જોઈએ. પરંતુ આજે અમે તમને કેટલાક એવા ખાસ ફૂડ્સ વિશે જણાવી રહ્યાં છે જેને ખાવાથી મોટી ઉંમર સુધી તમારું હાર્ટ હેલ્ધી રહેશે. ચાલો જાણીએ.

બદામ

બદામમાં વિટામિન ઈ, ફાઈબર અને વિટામિન હોવાને કારણે કોલોસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. દિવસમાં 4-5 બદામ જરૂર ખાવી. રાતે પલાળીને પણ બદામ ખાઈ સકો છો.

સોયા

સોયામાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. જો તમે નોનવેજ નથી ખાતા તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે સોયા. સોયામાં રેડ મીટ જેટલી તાકાત હોય છે. આ બોડીમાં એક્સટ્રા સેચુરેટેડ ફેટને ઘટાડે છે. સોયાને તમે ચાવલ કે શાકમાં મિક્સ કરીને ખાઈ શકો છો. સોયા મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છે. જે હાર્ટ માટે બહુ લાભકારક હોય છે.

સફરજન

સફરજનમાં ફાઈટોકેમિકલ્સ હોય છે, જે એન્ટી-ઈન્ફ્લેમેટરી હોવાને કારણે બ્લડથી બ્લડ ક્લોટ થવા નથી દેતું. તેમાં ફાઈબર અને વિટામિન વધારે હોય છે. સફરજન સ્નેક્સ ટાઈમમાં ખાવાની આદત નાખવી જોઈએ.

બેરીઝ

સ્ટ્રોબેરી, કેનબેરીજ, બ્લુબેરી, મલબેરી, હક્લબેરી, ગૂઝબેરી અને અન્ય બેરીઝમાં વિટામિન સી, કેલ્શિયમ અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે. તમે બેરી ખાવાથી ક્યારેય કંટાળશો નહીં. આ રીતે ફાઈબર ફ્રુટ્સ સવારે નાસ્તામાં ઓટ્સ અને દહીં પણ ખાવું જોઈએ. હાર્ટને હેલ્ધી રાખવા માટે બેરીઝ ખાવાનું શરૂ કરી દો.

સેમન

ફિશમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે શરીરમાં બ્લડ ક્લોટિંગ થવા નથી દેતું. જો તમને ફિશ પસંદ છે તો અઢવાડિયામાં બે વાર ફિશ જરૂર ખાવી. પરંતુ બહુ સ્પાઈસી ફિશ ન ખાવી.

ટામેટા

ટામેટામાં ફાઈટોકેમિકલ્સ હોય છે, જેનાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને કેન્સર કે દિલથી જોડાયેલી બીમારીઓ માટે ખતરો રહેતો નથી. શોધ મુજબ જે લોકો દરરોજ ટામેટું ખાય છે, તેમને હાર્ટની બીમારીઓ અને કેન્સરની બીમારીનો ખતરો ઘટી જાય છે. જો તમે ટામેટા નથી ખાતા તો હવે ખાવાનું શરૂ કરી દો. ટામેટાનું સલાડ અથવા શાકમાં નાખીને ખાવું. ટામેટા મેમરી અને એન્ટી એજિંગ માટે પણ ફાયદાકારક હોય છે.

લીલાં શાકભાજી

લીલા શાકભાજી અને ઓલિવ ઓઈલ બન્ને તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સમા છે. ડાયટમાં લીલાં શાકભાજી લેવાથી હાર્ટ સ્વસ્થ રહે છે અને બીમારીઓ પાસે નથી આવતી.

ઓટ્સ

ઓટ્સ પણ હાર્ટને હેલ્ધી રાખવા માટે બેસ્ટ માનવામાં આવે છે. ઓટ્સમાં ભરપૂર ફાઈબર હોય છે. સાથે ઓમેગા-3, ફેટી એસિડ, ફોલેટ અને પોટેશિયમ હોય છે જે કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે અને બ્લડ વેસલ્સને સાફ રાખે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો