શું તમારું બાળક ઊંધું થઈને સુઈ જાય છે? તો ના કરતાં ચિંતા, બાળકને ઊંધું કરીને સુવડાવવાના છે ઘણા બધા ફાયદા, જાણો અને શેર કરો

નવજાત બાળક પોતાનો વધારે પડતો સમય ઘોડિયામાં અથવા પલંગ પર સુઈને પસાર કરે છે, અથવા તો કોઈના ખોળામાં સુઈને બસ છત જોતું રહે છે. પરંતુ બાળક થોડું મોટું થાય તો જાતે જ ઊંધુ થઈ જતું હોય છે અથવા તો ઘણીવાર માતા તેને જાણીજોઈને ઊંધું કરીને સુવડાવતી હોય છે. જે લોકો બાળકને હંમેશા સીધું સુવાડી રાખે છે તેમને કદાચ જાણ નહીં હોય કે આ રીતે બાળકને ઊંધું કરીને સુવડાવવાના પણ ફાયદા છે.

આમ કરવાથી નવજાત બાળકનો વિકાસ ઘણો સારો થાય છે. જો તમે આમ કરશો તો બાળકમાં અનેક પ્રતિક્રિયાઓ જોશો. આટલું જ નહીં, આમ કરવાથી બાળકમાં ઘણા બદલાવ પણ જોવા મળશે. અહીં એવા ત્રણ કારણ જણાવવામાં આવ્યા છે જેનાથી તમને ખબર પડશે કે આમ કરવું કેમ જરુરી છે.

ફ્લેટ સ્પોટ રોકે છે
બાળક મોટાભાગે પીઠથી સુતું હોય છે. જો હંમેશા તે આ જ પદ્ધતિથી સુતું રહેશે તો સ્કલ એટલે કો ખોપડીની હાડકીમાં ફ્લેટ સ્પોટ બનવા લાગે છે, જેને પોઝિશનલ પ્લેગિયોસેફલી તરીકે પણ ઓળખવામાં આવે છે. માટે જરુરી છે કે તમે તમારા બાળકને ટમી ટાઈમ આપો અને તેને થોડી વાર ઊંધું કરીને પણ સુવડાવો. આનાથી પોઝિશનલ પ્લેગિયોસેફલીનું જોખમ ઓછું થાય છે.

માંસપેશીઓ માટે ફાયદાકારક
ટમી ટાઈમ તમારા બાળકની ગરદન અને ખભાની માંસપેશીઓને મજબૂત કરે છે. તે તમારા બાળકને ત્યારે મદદ કરશે જ્યારે તે બેસવાની અથવા આળોટવાની શરુઆત કરશે. રિસર્ચ અનુસાર, જે બાળકો આ સ્થિતિમાં સમય પસાર નથી કરતા, તેમની મોટર સ્કિલના વિકાસમાં મોડું થવાની સંભાવના હોય છે. બાળક ઊંધુ સુશે તો તેની શારીરિક ગતિવિધિઓમાં મદદ મળશે. તેની વેસ્ટિબ્યુલર સિસ્ટમને વિકસિત કરવામાં પણ મદદ મળશે, જે તેમને દુનિયાનો એક અલગ દ્રષ્ટિકોણ આપે છે.

કેવી રીતે સુવડાવવું?
જમીન પર પથારી કરો અથવા બ્લેન્કેટ પાથરો. બાળકને ઊંધું કરીને થોડી વાર માટે સુવડાવો. શરુઆતમાં માત્ર દિવસમાં બે વાર અને ત્રણ મિનિટ માટે જ આમ કરો. જ્યારે બાળકને આદત પડી જાય તો પછી તમે સમયમર્યાદા વધારી શકો છો. તમે ઈચ્છો તો બાળક પાસે રમકડા પણ મુકી શકો છો, જેથી તે રમી શકે. બાળકોમાં પણ અમુકને ટમી ટાઈમ વધારે પસંદ હોય છે, અમુકને તેમાં ઓછી મજા આવે છે. પરંતુ બાળકની સ્થિતિને થોડી વાર માટે બદલવી હાનિકારક નથી. બાળકને ઊંધું કરીને ત્યારે જ સુવડાવો જ્યારે તમે તેની આસપાસ હોવ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો