બાથરૂમમાં ગેસ ગીઝરનો ઉપયોગ કરતાં લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, પાલનપુરનો યુવાનનો મરતાં-મરતાં બચ્યો

હાલ કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. હાડ થીજવતી આ ઠંડીમાં સવારે ઉઠીને ન્હાવું એ તમામ લોકો માટે પીડાદાયક કામ છે. તો સવારે ગરમા ગરમ પાણીનો ન્હાવાનો આનંદ માણવો પણ અનેરો હોય છે. શિયાળીની આ સિઝનમાં ગેસ ગીઝરનો ઉપયોગ પણ ધમધોકાર શરૂ થઈ જાય છે. પણ બાથરૂમમાં ફીટ કરેલું આ ગેસ ગીઝર તમારા માટે કેટલું જોખમી સાબિત થઈ શકે છે તેના વિશે આજે અમે તમને જણાવીશું.

પાલનપુરમાં રહેતાં અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં મુકેશ નાયક ગેસ ગીઝરના કારણે મરતાં-મરતાં બચ્યા છે. બન્યું એવું કે, સવારે તેઓએ ન્હાવા માટે ગેસ ગીઝર ચાલુ રાખ્યું હતું. અને આ ગીઝર તેઓએ બાથરૂમની અંદર જ ફીટ કરેલું છે. હવે જ્યારે તેઓ ન્હાવા ગયા ત્યારે થોડી જ વારમાં શ્વાસ રૂંધાવાને કારણે બેહોશ થઈ ગયા હતા. પોતાના પતિ 20 મિનિટ સુધી બહાર ન આવતાં પત્નીને શંકા ગઈ હતી.

પાલનપુરમાં રહેતાં મુકેશ નાયક ગેસ ગીઝરના કારણે મરતાં-મરતાં બચ્યા છે. તેઓએ ન્હાવા માટે બાથરૂમમાં ગેસ ગીઝર ચાલુ રાખ્યું હતું. ન્હાતા સમયે થોડી જ વારમાં શ્વાસ રૂંધાવાને કારણે બેહોશ થઈ ગયા હતા.

પત્નીએ પહેલાં બાથરૂમની પાસે પહોંચી પતિને અવાજ લગાવ્યો, પણ અંદરથી કોઈ જવાબ ન મળતાં પત્નીએ બાથરૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. અને સામે પતિને બેભાન હાલતમાં જોઈ ચોંકી ઉઠી હતી. જે બાદ તાત્કાલિક પત્ની પતિને લઈને હોસ્પિટલ પહોંચી ગઈ હતી. અને પત્નીને હાજરજવાબીને કારણે પતિને સમયસર સારવાર મળતાં તેઓનો જીવ બચી ગયો હતો.

જો તમે પણ ગેસ ગીઝર બાથરૂમની અંદર ફીટ કરેલું છે તો આ કિસ્સો તમારા માટે છે. કેમ કે, ગેસ ગીઝરને કારણે કાર્બન ડાયોક્સાઇડ અને મોનો ડાયોક્સાઇડ નામના ઝેરી તત્વો ઉત્પન્ન થાય છે. અને બાથરૂમમાં ગેસ ગીઝર ફીટ કરેલું હોય તો આ તત્વો બાથરૂમની અંદર જ રહે છે. જેને કારણે ઝેરી તત્વોને લીધે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અગાઉ પણ બાથરૂમમાં ગેસ ગીઝરને કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય તેવાં કિસ્સા બની ચૂક્યા છે. ત્યારે તમે પણ આ કિસ્સાને ધ્યાને લઈ ગેસ ગીઝર હંમેશા બાથરૂમની બહાર જ ફીટ કરાવવાનો આગ્રહ રાખજો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો