બાળ ગીતો પર ડાન્સથી બાળકોને શિક્ષણ આપતા બનાસકાંઠાના અનોખા શિક્ષક રોહિત પટેલ, CMએ પુરસ્કાર એનાયત કરીને કર્યું હતું સન્માન

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, ભૂતકાળ બની ગયેલા બાળ ગીતો અને જ્ઞાન સાથે ગમ્મત એટલે બાળકોને ડાન્સ દ્વારા શિક્ષણ આપતાં શિક્ષક રોહિત પટેલ. કાંકરેજ તાલુકાની અરણીવાડા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક રોહિત પટેલનું CM વિજય રૂપાણીના હસ્તે તાજેતરમાં સન્માન પુરસ્કાર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પાટણ જિલ્લાના બાલિસણાના વતની રોહિત ચંદુભાઇ પટેલે બનાસકાંઠા જિલ્લાના અંતરીયાણ વિસ્તારની કાંકરેજ તાલુકાની અરણીવાડા પ્રાથમિક શાળાને પોતાની કર્મભૂમિ બનાવી અનોખી રીતે શિક્ષણ કાર્ય કરી રહ્યાં છે. બાળકોને શાળાએ આવવાની મજા પડે, તેમને ભણતર ભારરૂપ ન લાગે તે માટે રોહિત પટેલ સવારની સમૂહ પ્રાર્થના અને વર્ગખંડમાં બાળ ગીતો પર ડાન્સ કરી બાળકોને શિક્ષણ આપે છે. તેઓ રસોઇકળામાં પણ પારંગત છે, કોઇપણ પ્રકારનો શરમ-સંકોચ રાખ્યા સિવાય તિથિ ભોજન આપવાનું હોય ત્યારે તેઓ જાતે રસોઇ બનાવી બાળકોને ખવડાવે છે. આ શાળામાં મોટા ભાગના શિક્ષકો યુવાન છે.

આ યંગ ટીમ દ્વારા શાળામાં સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે. વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિઓ કરી વિધાર્થીઓનો શારીરિક વિકાસ થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આ રીતે બીજી સ્કુલના બાળકો પણ આ અભિનય ગીત દ્વારા કંઇક શીખે તે માટે તેમના સાથી શિક્ષક અંકિત પટેલે અભિનય ગીતનો વિડીયો બનાવી યુ-ટ્યુબ પર અપલોડ કર્યો અને જોતા જોતામાં ખુબ જ વાયરલ થયો.. પછી તો રોહિતભાઇ શિક્ષણ જગતમાં ખ્યાતિ પામ્યા અને બાળકોના પ્રિય શિક્ષક બની ગયાં.

શિક્ષક રોહિત પટેલે જણાવ્યું કે, હું છેલ્લા 7 વર્ષથી અરણીવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. તેમણે કહ્યું કે, જ્યારે અમે પી.ટી.સી.માં અભ્યાસ કરતાં તે દરમ્યાન બાળ ગીત પર અભિનય કરતા એટલે મને વિચાર આવ્યો કે, આ અંતરીયાળ વિસ્તાર છે, આ વિસ્તારના બાળકો શાળામાં આવવા જીદ કરે, પ્રાર્થનામાં બાળકો સમયસર આવી જાય, બાળકો અભિનય ગીતમાં ભાગ લે, બાળકનો ડર ઓછો થાય, તે સ્ટેજ પર આવી પોતાની વક્તૃત્વ કળા ખિલવી શકે તે માટે અભિનય ગીત દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, લોક માનસમાં સરકારી શાળાની સારી છાપ ઉપસે તે માટે મારા જેવા હજારો શિક્ષકો દિલ રેડીને કામ કરે છે. તેમણે કહ્યું કે, આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. મહાન આચાર્ય ચાણક્ય એ પણ કહ્યું છે કે ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદ મેં પહલતે હૈ’. શક્તિશાળી રાષ્‍ટ્રના નિર્માણ માટે અને મારા આત્મસંતોષ માટે અભિનય ગીત વડે જ્ઞાન સાથે ગમ્મત દ્વારા શિક્ષણ આપીએ છીએ.

બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા ખુબ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. અત્યારે હાલમાં કોરોના મહામારીમાં શાળાઓ બંધ છે પરંતું શિક્ષણ કાર્ય નહીં. શિક્ષકો શેરી શિક્ષણ અને વર્ચ્યુઅલ માધ્યમથી બાળકોને શિક્ષણ આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે, શાળાના સુંદર બિલ્ડીંગો, ઉચ્ચ મેરીટવાળા શિક્ષકો, કોમ્પ્‍યુટર લેબ, દિકરા-દીકરીઓ માટે અલગ શૌચાલય, મધ્યાહન ભોજન, શિષ્‍યવૃતિ વગેરે જેવી સરકારી શાળામાં સુવિધાઓ હોવાથી હવે છેલ્લા ચાર-પાંચ વર્ષથી ટ્રેન્ડ બદલાઇ રહ્યો છે. બનાસકાંઠા જિલ્‍લામાં દર વર્ષે 2500થી 3000 જેટલાં બાળકો ખાનગી શાળામાંથી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવે છે. જિલ્લામાં વર્ષ-2017-18માં 2863 બાળકો, 2018-19માં 2707, 2019-20માં 2969, 2020-21માં 2237 અને આ વર્ષ-2021-22માં 2348 બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે અને હજી પ્રવેશ મેળવવાનું ચાલું છે. સંજય પરમારે કહ્યું કે, થરાદ તાલુકાની આનંદનગર સરકારી પ્રાથમિક શાળામાં આ વર્ષે 75 જેટલાં બાળકોએ ખાનગી શાળા છોડી આ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. મને વિશ્વાસ છે કે, હવે સરકારી શાળાઓનો જમાનો આવવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો