સમગ્ર રાજ્ય અને દેશ જ્યારે દિવાળીના તહેવારની હર્ષોલ્લાસથી ઊજવણી કરી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના રાધનપુરમાં માતમ છવાયો છે. રાધનપુરના (Radhanpur accident) કલ્યાણપુરા નજીક આવેલા એક ખેતરમાં હાઇવે પરથી પસાર થઈ રહેલી બેકાબૂ ક્રેટા (creta Accident RadhanPur) કાર ધસી આવી હતી. સવારે 7.00 વાગ્યાના સુમારે થયેલા અકસ્માતમાં વાડીમાં કામ કરી રહી રહેલા 3 ખેડૂતોનાં મોત થયા હતા જ્યારે બે વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.
બનાવની વિગત એવી છે કે રાધનપુરથી સાત કિલોમીટર દૂર આવેલા કલ્યાણપુરા ગામમાં કાળી ચૌદસની વહેલી સવારે સાતેક વાગ્યાના સુમારે નેશનલ હાઇવેની સાઇડ પર આવેલા ખેતરમાં પાંચ યુવાન ખેડૂતો ખેતરની વાડ કરી રહ્યા હતા.
દરમિયાન કચ્છ તરફથી આવાતા ક્રેટા ગાડીના ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો. ક્રેટા સર્વિસ રોડ પરથી ઉતરીને ફૂલસ્પીડમાં ખેતરમાં ઘૂસી હતી. જેમાં વાડ કરી રહેલા 3 લોકોને ક્રેટાએ અડફેટે લેતા ત્રણેયના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 2નો ચમત્કારિક બચાવ થયો હતો.
આ અકસ્માતમાં પ્રાપ્ત અહેવાલો મુજબ ધનજીભાઈ ઠાકોર, પ્રભુભાઈ ઠાકોર, અને નભાભાઈ ઠાકોરનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોના પાર્થિવ શરીરને રાધનપુર રેફરલ હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે, આજ અકસ્માતમાં બે સગાભઆઈ કાનજી અને બચુભાઈનો બચાવ થયો હતો.
જે ખેતરમાં ક્રેટા કાર ઘુસી ગઈ તે રાધનપુરના કલ્યાણપુરા ગામમાં ખેતરને નજીક આવેલું હતું. આ સમયે આ પાંચ ખેડૂતો ઢોર ચઢી ન આવે તે માટે પાકને બચાવવા માટે વાડ કરી રહ્યા હતા. એક ચાલકની ભૂલના કારણે ઠાકોર પરિવારના 3 કુલદિપકોનો દિવો આજે દિવાળીના પર્વે જ બુઝાઈ ગયો છે.
જે ક્રેટા કારનો અકસ્માત થયો તો કચ્છના ભુજ આરટીઓનું પાસિંગ ધરાવે છે. જોકે, આ અકસ્માતમાં તેના ચાલકની ગંભીર બેદરકારી કલ્યાણપુર ગામ માટે કાળરાત્રી સાબિત થઈ છે. 12 મહિનાના પરબે જ ઠાકોર પરિવારના જુવાનજોધ દીકરાઓ મોતને ભેટતા લોકોમાં શોકાગ્નિ જોવા મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..