બનાસ ડેરી ગોબર ગેસમાંથી બનતા CNGનો દેશનો સૌથી પહેલો પંપ શરુ કરશે, ખેડૂતો પાસેથી રોજનું 40 હજાર કિલો ગોબર ખરીદવામાં આવશે

ગુજરાતના સૌથી મોટા દૂધ ઉત્પાદક સંઘમાંના એક બનાસકાંઠાની બનાસ ડેરીએ ગાયના છાણમાંથી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) બનાવવાનો પ્લાન્ટ શરુ કર્યો છે અને આ પ્લાન્ટમાંથી ઉત્પાદિત થતા ગેસનું ટૂંક સમયમાં કોમર્શિયલ વેચાણ પણ શરુ કરવામાં આવશે. બનાસકાંઠાના ડિસા નજીક આ પંપ બનાવાયો છે. ગોબર ગેસમાંથી બનતા CNGનું વેચાણ કરતો દેશનો આ પહેલો પંપ હશે. બનાસ ડેરીના ચેરમેન અને ભાજપના ધારાસભ્ય શંકર ચૌધરીએ આ અંગે એક ટ્વીટ પણ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ડેરીના મેનેજીંગ ડિરેક્ટર કામરાજ ચૌધરીએ જણાવ્યું કે, આગામી એક સપ્તાહમાં અમારા CNG પંપ પરથી વેચાણ શરુ થઇ જશે. આ માટેની તમામ મંજૂરીઓ મેળવી લેવાઈ છે. ડિસાથી આશરે 10 કિલોમીટર દુર અમારા બાયોગેસ પ્લાન્ટની નજીક CNG પંપ બનાવવામાં આવ્યો છે જેથી ગેસની સપ્લાય સરળતાથી થઇ શકે.

1 રૂપિયે કિલોના ભાવે ગાયનું છાણ ખરીદાય છે

કામરાજ ચૌધરીએ જણાવ્યું કે, બનાસકાંઠા જીલ્લાના 25 ગામોમાંથી પશુપાલકો પાસેથી રોજ છાણ ખરીદવામાં આવે છે અને તેના માટે તેઓને કિલો દિઠ રૂ. 1 ચુકવણું કરાય છે. કલેક્શન માટે એક ખાસ વાહન બનાવવામાં આવ્યું છે જેમાં વજન કાંટો છે. હાલમાં રોજના 40 ટન ગાયનું છાણ એકત્રિત કરવામાં આવે છે.

પ્લાન્ટ બનાવવા 8 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો

ચૌધરીએ જણાવ્યું કે, ગોબર ગેસનો પ્લાન્ટ બનાવવા અને તેમાંથી CNGના ફિલ્ટરેશન માટેની ટેકનોલોજી પર રૂ. 8 કરોડ જેવો ખર્ચ કરવામાં આવ્યો છે. અત્યારે તો બનાસ ડેરીએ આ ખર્ચ કર્યો છે, પરંતુ અમે સરકાર પાસે સબસિડીની માગ કરી છે.

IIT, IIM, ઈરમામાંથી હાયરિંગ કરવામાં આવ્યું

ટ્વિટર પર શંકર ચૌધરીએ જણાવ્યું કે, ગોબર ગેસ પ્લાન્ટ પ્રોજેક્ટ માટે 100 લોકોની ટીમ બનાવવામાં આવી છે. આના માટે અમે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT), બનારસ હિંદુ યુનિવર્સિટી અને ઈરમા જેવી મોટી મોટી ઇન્સ્ટિટ્યુટમાંથી હાયરિંગ કરવામાં આવ્યું છે.

રોજનો 800 કિલો CNG ગેસ બનશે

ગોબર ગેસ પ્લાન્ટના પ્રોજેક્ટ મેનેજર પ્રિયંક મહેતાએ જણાવ્યું કે, આ પ્લાન્ટમાં 40 કિલો છાણને પ્રોસેસ કરતાં અંદાજે 2000 ક્યુબીક મીટર બાયોગેસ ઉત્પન્ન થાય છે. તેને પ્રોસેસ કરતાં 700-800 કિલો CNG ગેસ મળે છે. આ ઉપરાંત બાય પ્રોડક્ટ તરીકે તેમાંથી લિક્વિડ અને સોલિડ ફર્ટિલાઇઝર મળે છે જે સંપૂર્ણ ઓર્ગેનિક છે. આ ફર્ટિલાઇઝરનું ખેડૂતોને વિતરણ કરવામાં આવશે. આ ફર્ટિલાઇઝરમાં વેલ્યુ એડિશન પણ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો