પુલવામા એટેક બાદ મ્યુઝિક કંપનીનો મોટો નિર્ણય, પાકિસ્તાની સિંગર સાથે નહીં કરે કામ

હાલમાં જ જમ્મૂ કાશ્મીરના પુલાવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલ હુમલા બાદથી સમગ્ર દેશમાં એક જ અવાજ સંભળાય રહ્યો છે. તે છે પાકિસ્તાનને સબક સિખવાડવાનો અવાજ. આ ઘટના બાદથી જ્યારે સામાન્ય ભારતીય નાગરિકો ગુસ્સામાં નજરે આવી રહ્યા છે ત્યારે બોલીવુડની સેલેબ્રિટીઝમાં પણ આક્રોશ છે. જેને લઇને મ્યૂઝિક કંપની ટી-સીરીઝ દ્વારા એક કડક કાર્યવાહી કરીને નવી શરૂઆત કરી દીધી છે. ટી સીરીઝે સમગ્ર ઘટનાક્રમને ગંભીરતાથી લેતા મોટો નિર્ણય લીધો છે.

મ્યૂઝિક કંપની ટી સીરીઝે હુમલા બાદ પાકિસ્તાની સિંગર આતિફ અસલમના ગીતોને પોતાની યૂટ્યૂબ પેઝથી હટાવી દીધા છે. મ્યૂઝિક કંપની ટી સીરીઝે હજુ સુધી આની સત્તાવાર જાહેરાત નથી કરી પરંતુ આતિફ અસલમના ગાયેલા કીતો અનલિસ્ટ ટેગ સાથે યૂટ્યૂબ પર દેખાઇ રહ્યા છે. આ ગીતોને વેલેન્ટાઇન ડેના બે દિવસ પહેલા 12 ફેબ્રુઆરીએ જ રિલીઝ કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઇએ કે, 12 ફેબ્રુઆરીએ આ ગીત બારિશે રિલીઝ કરવામાં આવ્યું હતું. પરંતુ પુલવામામાં જવાનો પર થયેલ એટેક બાદ મ્યૂઝિક કંપની ટી સીરીઝે તેને હટાવીને મોટો નિર્ણય લઇને નવી શરૂઆત કરી છે.

શું છે અનલિસ્ટ કરવું?
કોઇ પણ વીડિયોને યૂટ્યૂબથી અનલિસ્ટ બાદ તેને સર્ચ કરવાથી ન શોધી શકાય. પરંતુ આ ગીતને અલગ અલગ બીજી યૂટ્યૂબ ચેનેલ પર જોવા મળશે.

આ પણ વાંચો –

શહીદોને નમન, Bharat Ke Veer એપ પર તેમના પરિવારો માટે કરો ડોનેશન

ભારત માતાના જયકારા સાથે થયા શહીદના અંતિમ સંસ્કાર, પિતાની પીડા- પાકિસ્તાનને પાઠ ભણાવવો પડશે, પત્નીએ કહ્યું- મોટી પીડા આપી ગયા, કેવી રીતે ભૂલાવીશ

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સેવા સમાજ સુરત સમૂહ લગ્નને કરશે દેશને સમર્પિત,ચાંદલાના રુપિયા મોકલાવશે શહીદોના પરિવારને

સુરત ડાયમંડ વેપારીએ પુલવામા અટેકને કારણે લગ્નનો જમણવાર મોકૂફ રાખ્યો. જમણવારની રકમ શહીદોને 11 લાખ દાન કરશે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો