પોલીસની દાદાગીરી આવી સામે: બાબરામાં બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર મહિલા PSIનો લાઠીચાર્જ, ભાગદોડ મચી

બાબરામાં બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર પોલીસ તૂટી પડી હતી. મહિલા PSI દ્વારા મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવતા ભાગદોડ મચી હતી. પોલીસે પાથરણાવાળાનો સામાન પણ ફેંકી દીધો હતો. આથી સ્થાનિક મહિલાના ટોળા એકત્ર થઈ ગયા હતા. જો કે, પોલીસના લાઠીચાર્જથી અફરાતફરી મચી ગઇ હતી.

લાઠીચાર્જ કરતા જ ખરીદી કરવા આવેલા લોકો પણ ભાગ્યા

બાબરામાં વર્ષોથી ભરાતી બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરી રોજે રોજનું કામ કરતા મધ્યમ વર્ગના લોકો અહીં આવે છે. મધ્યમ વર્ગના લોકો વસ્તુ સસ્તી મળતી હોવાને કારણે બુધવારે ખરીદી કરે છે. પરંતુ આજે અહીં સ્થાનિક PSIએ વિવાદ સર્જી મહિલાઓ ઉપર લાઠીચાર્જ કરી દીધો હતો. મહિલાઓના ટોળા એકઠા થયા હતા પરંતુ આ મહિલા PSI ઉશ્કેરાયને કેટલીક મહિલાઓ પર લાઠીચાર્જ કરી દેતા ખરીદી કરાવા આવેલા લોકોમાં પણ અફરાતફરી મચી ગઇ હતી. મહિલાઓ સામે પોલીસની દાદાગીરી સામે આવતા નાછૂટકે લોકોને ભાગવાનો વારો આવ્યો હતો.

રાજ્ય સરકાર મહિલા સુરક્ષાના બણગા ફૂંકે છે-મહિલાઓનો આક્ષેપ
મહિલાઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મહિલાઓ સુરક્ષિત છે તેવા બણગાં ફૂંકે છે. રાજ્ય સરકાર આ દ્રશ્યો જુએ અને જેની જવાબદારી સુરક્ષા કરવાની છે તે જ પોલીસ ખુલ્લેઆમ દાદાગીરી પર ઉતરી આવી હોય તેવું લાગી રહ્યું છે. અમારા નાના બાળકોને પણ પોલીસે છોડ્યા નથી અને તેમના પર પણ લાઠી વરસાવી હતી. લાઠીચાર્જનો વીડિયો સામે આવતા ઉચ્ચ અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.

બાબરાના ધારાસભ્ય વિરજી ઠુંમરે ઘટનાને વખોડી કાઢી

બાબરા મહિલા PSI દ્વારા મહિલાઓને માર મારવાના મામલામાં બાબરાના ધારાસભ્ય વીરજી ઠુંમર જણાવ્યું હતું કે, મહિલાઓ પોતાનાં ધંધા રોજગાર કરવા આવે છે. મહિલાઓ અને બાળકોને માર મારવામાં આવ્યો છે તે બનાવ નિંદનીય છે. ​​​​​​​કાયદાનો અને માનવ અધિકારનો PSIએ ભંગ કર્યો છે. ​​​​​​​જિલ્લા પોલીસ વડા દ્વારા PSI તાત્કાલિક પગલાં લે એવી માગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો