અયોધ્યામાં દીપોત્સવ: રામ મંદિર પાસે 24 ઘાટમાં પહેલી વખત 6 લાખથી વધુ દીપ પ્રગટાવાયા, સરયૂ તટ 6 લાખ દીવાથી ઝળહળ્યો

શ્રીરામજન્મ ભૂમિ પર મંદિર નિર્માણની શરૂઆત પછી આ પ્રથમ દિવાળી છે. શુક્રવારે સાંજે સરયૂ તટ પર આસ્થા અને આત્મીયતાના 6 લાખથી વધુ દીપ પ્રગટાવાયા. રામ-રામ જય રાજારામના જયઘોષ સાથે આટલી મોટી સંખ્યામાં દીપપ્રાગટ્યને ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ પ્રસંગે રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્યમંત્રી યોગીઆદિત્ય નાથ વગેરે સરયૂની આરતી કરી હતી. ગુજરાત, રાજસ્થાન, મ.પ્ર. છત્તીસગઢ અને મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓએ માય એફએમ દ્વારા 1 લાખથી વધુ દીવા અયોધ્યા મોકલ્યા હતા.

अवधपुरी प्रभु आवत जानी। भई सकल सोभा कै खानी॥
बहइ सुहावन त्रिबिध समीरा। भइ सरजू अति निर्मल नीरा॥

અર્થાત્: પ્રભુને આવતા જાણી અવધપુરી સંપૂર્ણપણે શોભાની ખાણ થઈ ગઈ, સુંદર હવા વહેવા લાગી, સરયૂનું જળ અત્યંત નિર્મળ થઈ ગયું.

આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું- ભગવાન રામનું મંદિર બનવાની રાહ જોવામાં દુનિયાભરના ભક્તોની પેઢીઓ જતી રહી. ભક્તોનું આ સપનું વડાપ્રધાન મોદીના કારણે પૂરું થયું. આજે પાંચ સદીનો સંકલ્પ પૂર્ણ થઈ રહેલો જોઈ રહ્યા છીએ.

દીપોત્સવ માટે સરયૂના 24 ઘાટોને 6 લાખ દીપોથી સજાવવામાં આવ્યા છે. જે સાંજે ઝગમગી ઉઠશે. મુખ્યમંત્રી અને રાજ્યપાલ રામની પૈડી પર દીપદાન પણ કરશે.

અયોધ્યામાં ત્રણ દિવસના દીપોત્સવની શરૂઆત શુક્રવારથી જ થઈ રહી છે. આ દિવસે ભગવાન રામનો રાજ્યાભિષેક પણ થશે.

દીપોત્સવ સાથે જ યોગી અયોધ્યાના રામ કથા પાર્કમાં ભગવાન શ્રીરામ અને માતા સીતાનું સ્વાગત કરશે. ભગવાનનો રાજ્યાભિષેક પણ થશે.આ બધાની વચ્ચે કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવા માટે અયોધ્યાને સીલ કરી દેવાયું છે. બહારના લોકોના અયોધ્યામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

દીપ શ્રૃંખલામાં મહિલા સશક્તીકરણનું પ્રદર્શન

સરયૂના કાંઠા પર સજાવાયેલી દીપ શ્રૃંખલામાં મહિલા સશક્તીકરણનો સંદેશ આપવામાં આવ્યો છે. અવધ યુનિવર્સિટીના કલા અને ફાઈન આર્ટ્સ વિભાગના વિદ્યાર્થીઓએ દીવા સાથે રામકથાના પ્રસંગોને દેખાડ્યા છે.

મુખ્ય ઝલકમાં ઘાટ નંબર-2 પર સામાજિક સમરસતા અને મહિલા સશક્તીકરણનો સંદેશ આપવામાં આવ્યો છે. ઘાટ નંબર-3 પર વનવાસથી 14 વર્ષ પછી પાછા આવેલા ભગવાન શ્રીરામના પુષ્પક વિમાનને દીપથી તૈયાર કરવામાં આવ્યું છે. ઘાટ નંબર-5 પર પહાડ લઈને હનુમાનજીની છબી દેખાડવામાં આવી છે. તો આ તરફ 10 નંબરના ઘાટ પર શ્રીરામના દરબારની પેઈન્ટિંગ બનાવવામાં આવી છે.

DIG દીપક કુમારના જણાવ્યા પ્રમાણે, ડ્રોન કેમેરાથી આખાય અયોધ્યાની દેખરેખ રાખવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત છે. અયોધ્યામાં જ 12 સ્થળ પર રૂટ ડાઇવર્ટ કરવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સ અને દર્દી વાહનો માટે વિશેષ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો