સુરતના ASI 200 રૂપિયાની રોકડી કરતા ઝડપાયા, વીડિયો વાયરલ થતાં પોલીસબેડામાં ખળભળાટ

સુરત પોલીસ (Surat Police) ફરી વિવાદમાં આવી છે. સાંજ પડતા જ કેટલાક કર્મીઓ ટમ્પા ચાલકો પાસેથી પૈસા ઉઘરાવતા હોવાની ફરિયાદો સામે આવતી રહે છે. આ અંગેનો વધુ એક બનાવ સામે આવ્યો છે. સુરતના ASI એક ટેમ્પા ચાલક પાસેથી 200 રૂપિયાની લાંચ (Surat Police Bribe) લેતા ઝડપાયા છે. આ અંગેનો વીડિયો વાયરલ (Viral Video) થયા બાદ સુરત પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ પ્રથમ વખત નથી જ્યારે સુરતમાંથી આવો વીડિયો વાયરલ થયો છે. આ પહેલા પણ લાંચ માંગવાના વીડિયો વહેતા થઈ ચૂક્યા છે.

સુરત પોલીસ આમ તો ગુનાખોરી ઉકેલવામાં છેલ્લા એક અઠવડિયામાં લોકોની વાહવાહી મેળવી રહી છે. ત્યારે આ જ પોલીસના કેટલાક જવાનો પોલીસનું નામ બગાડી રહ્યા છે. કેટલાક પોલીસ કર્મચારી પોતાની પાસે રહેલા ખાખી વર્દીના પાવરના જોરે લોકોને રંજાડતા હોવાની સતત ફરિયાદ આવી રહી છે. સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ધર્મરાજ સાંજ પડતાની સાથે પોલીસ સ્ટેશનની બહાર આવેલા ઓવર બ્રિજ નીચે બેસી જાય છે. જે બાદમાં ત્યાંથી પસાર થતા ટેમ્પાઓને અટકાવી PUCની માંગણી કરે છે.

જો ટેમ્પા ચાલક પાસે પીયુસી ન હોય તો તેમની પાસે દંડના 500 રૂપિયાની માંગણી કરે છે. ત્યાર બાદ પતાવટ માટે રૂપિયા 200ની માંગણી કરે છે. આમ કરીને તેઓ દંડની રકમ સરકારમાં જમા કરવાને બદલે પોતાના ખિસ્સામાં મૂકે છે. આવા જ એક ટેમ્પો ચાલકને તેઓએ અટકાવ્યો હતો અને દંડની રકમ પેટે 500 રૂપિયાની માંગણી કરી હતી. જે બાદમાં કેસ પતાવવા માટે 200 રૂપિયાની માંગણી કરી હતી. આ સમયે ટેમ્પા ચાલકે વીડિયો બનાવી લીધો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે સત્તાના જોરે પ્રજાને રંડારનાર પોલીસ કર્મચારીઓ સામે પોલીસ કમિશનરે પણ લાલ આંખ કરી છે. આ કેસમાં પોલીસેકર્મી વિરુદ્ધ કેવા પગલાં લેવામાં આવશે તો જોવાનું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો