બાવળા તાલુકાનાં ચીયાડા ગામનાં રાજપૂત સમાજનાં મધ્યમ વર્ગનાં ખેડૂત પરીવારનાં જયદીપસિહ સરદારસિહ ચોહાણ 17 વર્ષની લશ્કરી સેવા પૂર્ણ કરીને માદરે વતન પરત આવતાં ફોજી જવાનનું સમસ્ત ચીયાડા ગામ તથા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા ડી.જે.નાં દેશભક્તિ ગીતો સાથે,ઢોલ-નગારા સાથે ફુલોથી ભવ્ય સ્વાગત કરાયું હતું. ફોજી જવાનની ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
ગામનાં તમામ સમાજનાં લોકોએ પુષ્પવૃષ્ટિથી સ્વાગત કર્યું હતું.તેમજ રામજીમંદિરનાં ચોકમાં સભા યોજાઇ હતી. આ સભામાં કુટુંબીજનો, સગાવ્હાલા, સરપંચ, વડીલો, આગેવાનોએ ફુલહાર પહેરાવી મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. જયદીપસિહે 17 વર્ષની નોકરીમાં 10 MED Regt.માં પોસ્ટિંગ થયા પછી કાશ્મીર, ઉરી સેક્ટર, આધ્રપ્રદેશ, લેહ, પંજાબ, મહારાષ્ટ્રમાં સેવાઓ આપીને અનેક મેડલો મેળવ્યા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..