સિંગર અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્ય પૌડવાલનું નિધન થયું છે. તે ફક્ત 35 વર્ષના હતો. આદિત્ય ઘણા સમયથી કિડનીની તકલીફથી પરેશાન હતો. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આ સંગીત જગત માટે ખરાબ સમાચાર છે. કિડની ફેલ થવાના કારણે આદિત્યનું મોત નીપજ્યું છે. આદિત્યની અણધારી વિદાયને કારણે પૌડવાલ પરિવાર પર દુખોનો પહાડ તુટી પડ્યો છે.
વર્ષ 2020 દરેક રીતે ખરાબ સાબિત થઈ રહ્યું છે. કોરોના વાયરસનો પ્રકોપ અટકવાનું નામ નથી લેતો એક પછી એક સેલેબ્સ અને દિગ્ગજ લોકો ફાની દુનિયા છોડી રહ્યા છે. આ તમામ ખરાબ સમાચાર વચ્ચે એક વધુ ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલનો પુત્ર આદિત્ય પૌડવાલ 35 વર્ષની વયે દુનિયા છોડીને જઈ ચુક્યા છે. ગાયક-સંગીતકાર શકર મહાદેવને આ માહિતી આપી હતી.
ઇન્સ્ટાગ્રામ પર આ દુ: ખદ સમાચારની પુષ્ટિ કરતાં શંકર મહાદેવેને લખ્યું – આ સમાચાર સાંભળીને દિલ તૂટી ગયું. આપણા પ્રિય આદિત્ય પૌડવાલ હવે આ દુનિયામાં નથી. હું હજી પણ આ સમાચાર પર વિશ્વાસ કરતો નથી. તે એક સુંદર સંગીતકાર અને સારા વ્યક્તિ હતા.બે દિવસ પહેલા મેં એક ગીત ગાયું હતું જેનું તેમણે પ્રોગ્રામિંગ ખૂબ જ સુંદર રીતે કર્યું. હવે આ સમાચાર આવતાની સાથે જ અચાનક દિલ તુટી ગયુછે. હું તને ખૂબ પ્રેમ કરું છું ભાઈ, તારી યાદ કાયમ આવશે.
અનુરાધા પૌડવાલ 70 ના દાયકાથી ફિલ્મોમાં સક્રિય
અનુરાધા પૌડવાલની વાત કરીએ તો તે 70 ના દાયકાથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં સક્રિય છે. 1973થી તે ઇન્ડસ્ટ્રીઝમાં ગીતો ગાતી રહી છે. તેમના ભક્તિ ગીતો જાણીતા છે. તેના ઘણા આલ્બમ સુપરહિટ થયા છે. લહુ કે દો રંગ, અમર દીપ, એક દૂજે કે લીયે, રંગ બિરંગી, સૌતન, નગીના, સંસાર, ઇંસાફ, તેજા, આવારગી, સ્વર્ગ, દિલ, આશિકી, બેટા, મેલા, રિશ્તે, જૂલી, જમિર અને કલયુગ જેવી ફિલ્મોમાં ગીતો ગાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..