પ્લેન ક્રેશમાં પટેલ યુવકનું મોત, સેલિબ્રિટી જેવી હતી વૈભવી લાઇફસ્ટાઇલ

અમેરિકાના સેન્ટ્રલ એરિઝોના ગોલ્ફ કોર્સમાં ગત સોમવારે એક સ્મોલ પ્લેનમાં ટેક ઓફ કરતાંની સાથે જ આગ લાગી ગઇ. આગના ગોળામાં પરિવર્તિત થઇ ગયેલા આ પ્લેનમાં 6 લોકો સવાર હતા અને આ તમામ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા છે. સ્થાનિક સમય અનુસાર, મોડી રાત્રે 8.45 વાગ્યે સ્કોટ્સડેલ એરપોર્ટ પરથી ટેકઓફ થયેલું આ પ્લેન લાસ વેગાસ જઇ રહ્યું હતું. આ ઘટનામાં જે છ લોકો મોતને ભેટ્યા, આ મૃતકોમાં 26 વર્ષીય ગુજરાતી યુવક આનંદ પટેલનો પણ સમાવેશ થાય છે.

ઓક્લાહોમા સિટીનો સોશિયલ મીડિયા આઇકોન હતો આનંદ

– આનંદના મોતના સમાચારથી તેના પરિવાર સહિત મિત્રો પણ આઘાતમાં સરી પડ્યા હતા. 26 વર્ષીય આનંદ ‘હેપ્પી’ પટેલ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્ઝા ગણાતો હતો.
– ઓક્લાહોમામાં ‘વોટ્સ હેપ્પી’ નામની ક્લોથિંગ લાઇનનો કો-ફાઉન્ડર અને ઓનર આનંદ પટેલના ટ્વીન બ્રધર આકાશ પટેલે સોશિયલ મીડિયા પર તેના મોતના સમાચાર કન્ફર્મ કર્યા હતા.
– પોતાના હટકે અને યુનિક આઇડિયાઝથી એરિયા કોન્સર્ટ અને ક્લબ કોન્સર્ટ પ્રમોટ કરવા માટે જાણીતો આનંદ તેની વૈભવી લાઇફસ્ટાઇલ માટે પણ જાણીતો હતો.
– ફેસબુક પર આનંદના 4,000થી વધુ ફૉલોઅર્સ હતા જ્યારે ઇન્સ્ટાગ્રામ પર તેના 44.5 હજાર ફૉલોઅર્સ હતા.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો મોત પહેલાંનો વીડિયો

– આનંદ પટેલના મિત્ર અને ઓક્લાહોમામાં લેગસી કન્સ્ટ્રક્શનના ઓનર પ્રિન્ટસ્ટન વિલ્સને જણાવ્યું કે, આનંદ તેની મિત્રતા માટે જાણીતો હતો. તેના મોતના સમાચાર અમારાં માટે અસહ્ય છે.
– આનંદ પટેલ અને અન્ય પેસેન્જર્સે પ્લેનમાં બેઠાં બાદ એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જે મંગળવારે તેના મિત્રોએ જોયો હતો.

મોત પહેલાં હસતા-ડાન્સ કરતા જોવા મળ્યા 

– લાસ વેગાસ ફ્લાઇટ આગમાં ભડથું થયા પહેલાની ક્ષણોમાં આનંદ પટેલની સાથે પ્લેનમાં બેઠેલી મોડલે એક વીડિયો ઉતાર્યો હતો. જેમાં તમામ પેસેન્જર્સ હસતાં-ખુશહાલ અને ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે.
– 6 લોકોનાં આ ગ્રુપે તેઓની સીટ્સ પર બેઠાં બાદ કેમેરા સામે પોઝ પણ કર્યા હતા. પરંતુ ટેક ઓફની થોડી મિનિટો બાદ જ પ્લેન ક્રેશ થઇ ગયું.

પોપ્યુલર ઇન્સ્ટાગ્રામ મોડલ મારિયા કુગનનું પણ મોત 

– લાસ વેગાસની આ ટ્રીપ આનંદ પટેલ અને તેના મિત્રોએ પ્લાન કરી હતી તેનાથી તદ્દન વિરૂદ્ધ એક દુઃખદ દુર્ઘટનામાં ફેરવાઇ ગઇ.
– આનંદ પટેલની સાથે આ પ્લેનમાં પોપ્યુલર ઇન્સ્ટાગ્રામ મોડલ મારિયા કુગન હતી, જેની ઓળખ પણ મૃતકોમાં થઇ છે.
– આકાશ પટેલે લખ્યું, મારો ટ્વીટ ભાઇ એનર્જેટિક હતો. હવે તે અમારાથી દૂર ચાલ્યો ગયો છે.
– આ બંને ભાઇઓ વર્ષ 2009માં ગુજરાતથી યુએસ અભ્યાસ અર્થે આવ્યા હતા. આનંદના સ્વભાવને કારણે મિત્રો તેને ‘હેપ્પી’ના નામથી ઓળખતા હતા.
– આકાશે કહ્યું કે, આનંદ એક સેલિબ્રિટી લાઇફ જીવતો હતો અને તે ઇન્સ્ટાગ્રામ સ્ટાર હતો.

આનંદ સહિત 6 લોકોનાં થયા મોત

– આનંદ પટેલ સહિત આ પ્લેનમાં હેલેના લાગોસ (22), જેમ્સ પેડ્રોઝા (28), એરિક વેલેન્ટે (26) અને આઇરિસ રોડ્રિગ્સ ગાર્સિયા (23) હતા.
– આ પ્લેન ટેક ઓફની 15 મિનિટમાં જ ક્રેશ થઇ ગયું હતું.

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર