કોરોનાને હરાવવા દેશની મદદ માટે આગળ આવ્યા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા, આ રીતે કરશે મદદ

સમગ્ર દુનિયામાં પોતાનો પગ પેસારો કરી ચુકેલા કોરોના વાયરસના મામલે હવે ભારતમાં પણ ચિંતાજનક સ્તરથી વધી રહ્યો છે. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 400થી વધારે થઇ ગઇ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો, મેડિકલ કાઉન્સિલ સહિત તમામ લોકો એને રોકવા પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે.

આવા સમયે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા એવા ઉદ્યોગપતિના રૂપમાં સામે આવ્યા છે, જેમને મદદ આપવા માટે કહ્યું છે. મહિન્દ્રાએ દર્દીઓ માટે પોતાના રીસોર્ટ આપવાની સાથે સાથે પોતાની સમગ્ર સેલેરી આપીને મૉનિટરી મદદની વાત કહી.

આનંદ મહિન્દ્રાએ રવિવારે ટ્વિટ દ્વારા ભારતમાં કોરોના વાયરસ સામે લડવા માટે કેટલીક ખાસ પહેલ માટે જાણકારી આપી. એમને કહ્યું કે જાણકારો પ્રમાણે ઘણી શક્યતાઓ છે કે ભારત કોરના વાયરસના ત્રીજા સ્ટેજમાં પહોંચી ચુક્યું છે. જો આવું છે તો એનાથી લાખો લોકો માટે જોખમ વધી ગયું છે. મહિન્દ્રાએ આગળ કહ્યું કે આવતા કેટલાક સપ્તાહમાં લૉકડાઉન કરવાથી વધતા કેસમાં ઘટાડો થશે અને મેડિકલ સુવિધાઓ પર પણ બોજ ઓછો થશે, જો કે આપણા માટે જરૂરી છે કે આપણે કેટલીક ટેમ્પરરી હોસ્પિટલ ખોલીએ અને વેન્ટિલેટર્સની વ્યવસ્થા કરીએ.

વેન્ટિલેટર્સ બનાવશે મહિન્દ્રા ગ્રુપ

એક બીજા ટ્વિટમાં એમને કહ્યું કે આ ખતરાથી નિપટવા માટે મહિન્દ્ર ગ્રુપમાં અમે બધા આ વાત પર કામ કરવાનું શરૂ કરી ચુક્યા છીએ કે વેન્ટિલેટર્સ બનાવી શકાય. મહિન્દ્રા હોલિડેઝમાં ટેમ્પરરી સુવિધાઓ માટે અમે અમારા રિસોર્ટ ઑફર કરી રહ્યા છીએ. આ રિસોર્ટમાં સુવિધાઓ માટે અમારી પ્રોજેક્ટ ટીમ સરકાર અને સેનાની મદદ કરવા માટે તૈયાર છે.

એમને એવી પણ જાહેરાત કરી છે કે કોરોના વાયરસના કારણે નાના વેપારીઓ અને સ્વ:રોજગાર વાળા લોકોને થયેલા નુકસાનની અમે ભરપાઇ કરીશું. એના માટે અમે મહિન્દ્રા ફાઉન્ડેશન દ્વારા ફંડ એકત્રિત કરી રહ્યા છીએ.

પોતાનો પૂરો પગાર આપશે આનંદ મહિન્દ્રા

આનંદ મહિન્દ્રાએ એવી પણ જાહેરાત કરી કે એ પોતાની 100 ટકા સેલેરી આ ફંડ માટે આપશે. આ ઉપરાંત, આવતા થોડાક મહિનામાં વધારે રકમ એમાં નાંખશે.

તો બીજી બાજુ વેદાંતા રિસોર્સેજ લિમિટેડના એક્સીક્યૂટિવ ચેરમેન અનિલ અગ્રવાલ મદદ માટે આગળ આવ્યા છે. અનિલ અગ્રવારે રવિવારે ટ્વિટ કર્યું છે અને કહ્યું કે ‘હું આ મહામારીથી નિપટવા માટે 100 કરોડ આપવાનું વચન આપુ છું. #DeshKiZarooratonKeLiye એક પ્રતિજ્ઞા છે જેને અમે શરૂ કરી અને આ એ સમય છે જ્યારે અમારા દેશને અમારી સૌથી વધારે જરૂર છે. ઘમા બધા લોકો અનિશ્ચતતાનો સામનો કરી રહ્યા છે અને હું દૈનિક વેતન ભાગીઓ માટે વિશેષ રૂપથી ચિંતિત છું. અમે મદદ કરવા માટે અમારો પૂરતો પ્રયત્ન કરીશું.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો