આણંદ જિલ્લામાં વર્ષની આખરી રાત્રે ACBનો સપાટો, પોલીસ હેડ કોન્સ્ટેબલ 50 લાખની લાંચ લેતો રંગે હાથ ઝડપાયો

આણંદ જિલ્લામાં એસીબીએ (Anand ACB Trap) વર્ષની સૌથી મોટી ટ્રેપ ગોઠવી અને એક લાંચિયા કૉન્સ્ટેબલને (Constable Caugth) રૂપિયા 50 લાખની લાંચના કેસમાં (Bribe of 50 lakhs) લાંચ લેતા ઝડપી પાડ્યો છે. આણંદ લાંચ રૂશ્વત વિરોી દળની કચેરી દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં અમદાવાદ આરઆરસેલનો હેડ કૉન્સ્ટેબલ રૂપિયા 50 લાખની લાંચ લેતા ઝડપાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એસીબીએ આરઆર સેલના કૉન્સ્ટેબલ પ્રકાશસિંહ રાવલની ધરપકડ કરી છે. આ કૉન્સ્ટેબલે રૂપિયા 60 લાખની લાંચ સામે 50 લાખમાં સેટલમેન્ટ કર્યુ હતું. જોકે, ઝડપાયેલો કૉન્સ્ટેબલ પોતાના માટે કે ઉપરી અધિકારી માટે લાંચ માંગવા આવ્યો હોય તે તપાસમાં જાણવા મળશે પરંતુ આ દરોડાએ 31stની રાતે હાહાકાર મચાવી દીધો છે.

રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી અભિયાનને વેગ આપવા માટે સતત શાખા દ્નારા ફરિયાદોના નીકાલ માટે કામ કરવામાં આવી રહ્યુ ંછે. તેવામાં આ છટકામાં ઝડપાયેલો કૉન્સ્ટેબલ ખાતર કૌભાંડમાં ફસાયેલા કોઈ વ્યક્તિને આરોપી તરીકે ન બતાવવા માટે લાંચ લેતા ઝડરપાયો છે. આ ઓપરેશનમાં આણંદ, અમદાવાદ, ખેડા એસીબીની ટીમ જોતરાઈ હતી અને વિદ્યાનગર ખાતેથી કૉન્સ્ટેબલને ઝડપી પાડવામાં આવ્યો હોવાના અહેવાલ છે.

રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી ઝૂંબેશના ભાગ રૂપે એસબીએ ગત વર્ષે જ પોતાની ટીમમાં નવા ઇન્સ્પેક્ટરોની ભરતી કરી હતી ત્યારે આ લાંચિયા અધિકારીઓ અને તેમના વહિવટદારો પર તવાઈ બોલી છે. દરમિયાન જાણકારોના મતે એસીબીની આ કાર્યવાહી વર્ષ 2020નો સૌથી મોટો લાંચ કેસ તરીકે ઊભરી આવે તો પણ નવાઈ નહી.

વર્ષ 2020માં રાજ્યના અનેક શહેરોમાં સરકારી વિભાગોમાં લાંચ માંગતા ઇસમો અને અધિકારીઓ સામે એસીબીએ સપાટો બોલાવ્યો હતો ત્યારે ચરોતરની આ કાર્યવાહી સાથે એસીબીએ વર્ષ 2020નું સમાપન કર્યુ છે. જોકે, વર્ષ 2021માં પણ એસીબી સપાટો બોલાવવાનું યથાવત રાખશે તેમાં બે મત નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો