વર્ષોથી પોતાને લેડી ડોન ગણાવતી રાજકોટની સોનુ ડાંગરને અમરેલી પોલીસે ધોળા દિવસે તારા દેખાડી દીધા

રાજકોટની લેડી ડોન સોનુ ડાંગરને અમરેલી એસપી નિર્લિપ્ત રાય સાથે દુશ્મની લેવી ભારે પડી ગઈ છે. વર્ષોથી પોતાને લેડી ડોન ગણાવતી સોનુને અમરેલી પોલીસે ધોળા દિવસે તારા દેખાડી દીધા છે. અમરેલી જિલ્લા પોલીસ વડા અને મહિલા PSIને ખુલ્લી ધમકી આપતાં અમરેલી પોલીસ વડા નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ GCTOC (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ) દ્વારા 21 હજાર પાનાંની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલીમાં એક મુન્ના નામની યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. યુવક સામે ફરિયાદ નોંધાતા સોનું ડાંગર ધૂંઆપૂંઆ થઈ ગઈ હતી. અને તેણે વીડિયો મારફતે મહિલા પીએસઆઈ અને અમરેલી પોલીસ વડાને ધમકી આપી હતી. જે બાદ અમરેલી પોલીસ વડાએ સોનુંની ધરપકડ માટે 18 જેટલાં સ્થળોએ દરોડા પાડી નાસતી ફરતી સોનુંને ઝડપી લીધી હતી. અને હવે ગુજસીટોક હેઠળ તેની સામે 21 હજાર પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે.

સોનું ડાંગરનો ઈતિહાસ

મોરબીમાં રહેતાં ચંદુભાઈ ડાંગર પોતે પોતાનું જીવન મજુરી કરી ગુજારતાં હતા. તેવા સમયમાં ચંદુભાઈને મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થતાં તેણે લવમેરેજ કરી લીધા હતા. જો કે થોડા વર્ષો બાદ ચંદુભાઈ ડાંગર પોતે રાજકોટ પોતાનું પેટીયું રડવા આવી ગયા હતા. સમય જતાં ચંદુભાઈને ઘેર પારણું બંધાયું અને પહેલાં દીકરીનો જન્મ થયો અને તે દીકરી હતી ઉષા ઉર્ફે સોનું ચંદુભાઈ ડાંગર. સોનું મોટી થવા લાગી ત્યારે બીજી પુત્રી સુધાનો જન્મ થયો (જે હાલ મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલની ફરજ બજાવે છે). બાદમાં બે પુત્રોનો જન્મ ચંદુભાઈને ઘેર થયો હતો. આ સુખી પરિવાર ચંદુભાઈની મજુરી કામ પર નભતું હતું. ત્યારે દિવસો ગયા તેમ સોનું મોટી થવા લાગી. સાથે સુધા અને બે ભાઈ પણ મોટા થવા લાગ્યા હતા. નાનપણથી ડાન્સની શોખીન સોનું અભ્યાસ સાથે સાથે નવલા નોરતામાં ગરબીમાં ડાંસ કરતી અને તેમાં આવતી બક્ષિશ પોતે વાપરતી. જો કે પૈસાની ચમક સોનુનાં દિમાગમાં લાગી ગઈ હતી અને તેણે આ પૈસા માટે મોટી પાર્ટીમાં ડાંસ કરવાનું શરુ કર્યું હતું. આમ તો આવી પાર્ટી પ્રાઈવેટ થતી હોય છે. જેમાં માથાભારે અને બુટલેગર પણ આવતા હોય છે. જેમાં સોનુની નજર કાલાવાડ રોડ પર સેતુબંધ સોસાઈટીમાં રહેતા સંજય મુળુ સોલંકી સાથે મળી. જો કે સંજય પોતે બુટલેગર હતો. જેથી સોનુંને દારુ ની કોઈ કમી જ રહેતી નહી. જોતજોતામાં ૨૦૦૦ કે ૨૦૦૧માં સંજય અને સોનુંએ લગ્ન કરી લીધા હતા.

૨૦૦૨ માં દારૂ પીવાની ટેવવાળા સંજય અને તેની પત્ની સોનુંએ પહેલું ગુનામાં ખાતું ખોલાવ્યું હતું. સંજયના સગાંને ઘેર લગ્નમાં ગયા હતા, જ્યાં દારૂની મહેફિલમાં કિરણ બાબુલાલ મહેતા ઉર્ફે કાબરોની સાથે બોલાચાલી થતાં સોનુંએ કાબરાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેમાં સોનુને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. જો કે સોનું જેલમાં પણ ત્રણથી ચારવાર આપઘાતનો પ્રયાસ કરી ચુકી છે. જેલમાં ડોક્ટર પાસે દવા લેતી અને ભેગી કરેલી દવા એક સાથે પી જતી અને પોતે પોતાની જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કરતી પરંતુ સારવાર મળતા તે બચી જતી હતી.

૨૦૦૫ /૨૦૦૬માં દારુ પીવાની ટેવવાળી હત્યાની સજા કાપીને બહાર આવેલી સોનુંએ પોતે તેની સાથે રેપ થયાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોધાવી હતી. ૯ લોકો દ્વારા સામુહિક બળાત્કાર થયાની ફરિયાદ નોધાવી હતી. જેમાં સોનું અને સામેની પાર્ટી દ્વારા નાટકીય સમાધાન થતા કેસ પર પરદો પડી ગયો હતો. બાદ સોનું પોતાની રીતે જીવતી અને નાની મોટી જમીન મકાનની મેટરો સુલટાવતી. જો કે આ જમીન મકાનમાં તેજી આવતાં સોનુંની ફરી દાનત બગડી અને તેને ૨૦૧૩માં માલવિયા નગરમાં રહેતા બિલ્ડર પાસે ખંડણી માગી હતી. જેમાં સોનુનું નામ ખુલ્યું હતું. આ ઉપરાંત સોનું સામે અનેક ગુનાઓ નોંધાયેલાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો