આ છે રીયલ ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા, વેરાન જમીન પર જંગલ બનાવનારા જાદવ પાયંગની સ્ટોરી અમેરિકાની સ્કૂલે પોતાના અભ્યાસક્રમમાં સામેલ કરી

‘ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા’ એટલે કે જાદવ પાયંગની પ્રેરણાત્મક સ્ટોરી હવે અમેરિકાની સ્કૂલના અભ્યાસક્રમમાં સામેલ થઇ ગઈ છે. આસામના રહેવાસી 57 વર્ષીય જાદવ પાયંગ ખેડૂત છે, તેમણે એકલા હાથે મહેનત અને લગનથી 550 એકરની જમીન પર જંગલ બનાવ્યું. બ્રિસ્ટલ કનેક્ટિકટ સ્થિત ગ્રીન હિલ્સ સ્કૂલના ટીચર નવમી શર્માએ કહ્યું કે, વિદ્યાર્થીઓને પદ્મ શ્રી જાદવ પાયંગ વિશે ઇકોલોજી વિષયમાં ભણાવવામાં આવશે.

ટીચર નવમી શર્માએ જણાવ્યું કે, બાળકોને આ વિશે ભણાવવા પાછળનો અમારો મુખ્ય હેતુ આવનારી પેઢીને પ્રેરિત અને ઉત્સાહિત કરવાનો છે. જોરહાટ જીલ્લમાં રહેતી શિક્ષિકા નવમી શર્માએ કહ્યું કે, વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં જાદવ પાયંગ પર બનેલી બે ડોકયુમેન્ટરી પણ દેખાડવામાં આવી. મારા માટે આ ગર્વની વાત છે. જાદવ પાયંગને માત્ર ભારત જ નહિ પણ આખી દુનિયાના લોકો ઓળખીને વખાણ અને તેમનામાંથી પ્રેરણા લઇ રહ્યા છે.

ગ્રીન હિલ્સ સ્કૂલમાં ભણતી ડૉન કિલિયને એક મીડિયા વેબસાઈટને કહ્યું કે, જાદવ પાયંગની સ્ટોરી ખૂબ જ પ્રેરણાદાયક છે કારણકે તેમણે એક ઇકોલોજિકલ સમસ્યા જોઇને નાની ઉંમરમાં જ તેને સુધારવાની દિશા તરફ પ્રયાણ કર્યું હતું. તેમના કામને વાંચીને અમારા વિદ્યાર્થીઓને પર્યાવરણ વિશે જાણવાની અને તેની રક્ષા કરવાની પ્રેરણા મળશે. સાથે જ શીખવા પણ મળશે કે, દરેક વ્યક્તિનું એક નાનું કામ પણ પર્યાવરણને મદદરૂપ થઇ શકે છે.

પૂર્વ આસામના માજુલી દ્વીપ(હાલ એક જીલ્લો)ના ઇકોલોજિકલ સ્ટેટમાં આવેલા ઘટાડાને જોઇને ચિંતિત થઇને જાદવ પાયંગે રેતાળ જમીન પર વૃક્ષ વાવવાના શરુ કર્યા અને તેમના પ્રયત્નોથી વેરાન ભૂમિ એક જંગલમાં ફેરવાઈ ગઈ. આજે આ જંગલમાં હાથી, હરણ, ગેંડા અને વાઘ સહિત અન્ય ઘણા પ્રાણીઓ રહે છે. જાદવ પાયંગે કહ્યું કે, ‘મને જાણીને ખુશી થઇ કે અમેરિકાના વિદ્યાર્થીઓ મારા કામ વિશે ભણી રહ્યા છે.’

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો