રાજકોટ પોલીસે મોતનો મલાજો ન જાળવ્યો, ગોંડલથી રાજકોટ ડેડબોડી લઈ જતાં એમ્બ્યુલન્સ ચાલકનો શર્ટ ફાડી માર માર્યાનો આક્ષેપ

અમદાવાદના કૃષ્ણનગરમાં પોલીસ ઈન્સ્પેક્ટરે શાકભાજીની લારીઓ ઊંઘી કરી દીધી હતી. જે બાદ રાજ્ય પોલીસ વડાએ આકરા શબ્દોમાં પોલીસકર્મીઓને જણાવ્યું હતું, કે હાથમાં ડંડો હોઈ એનો મતલબ એ નહીં કે કોઈને પણ મારશો. તેમ છતાં ખાખીના રૌફમાં આવી પોલીસકર્મીઓ દબંગાઈ પર ઉતરી જાય છે. રાજકોટમાં એમ્બ્યુલન્સ લઈને જતાં ચાલકને પોલીસે માર માર્યો હતો.

ગોંડલ માનવ સેવા ટ્રષ્ટના પ્રમુખ અને અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા પ્રફુલભાઈ રાજ્યગુરુ સાંજના સુમારે ગુંદાળા રોડ પર રહેતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના 35 વર્ષીય યુવાનનું બીમારી સબબ મોત નિપજ્યું હોય તેના મૃતદેહને લઈ રાજકોટ મુકવા જઈ રહ્યા હતા. ત્યારે કોઠારીયા સ્કોડા શોરૂમ પાસે પોલીસના કોઈ બે અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની વાત સાંભળ્યા વગર માર મારવામાં આવતા પ્રફુલભાઈ ઇજાગ્રસ્ત થવા પામ્યા હતાં. તેમ છતાં પણ તેઓ દ્વારા માનવતાની રૂએ ઇજાગ્રસ્ત હાલતમાં પણ મૃતદેહને રાજકોટ પહોંચાતો કર્યો હતો અને જ્યાંથી તેઓ પરત ફરી ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે.

સમાજસેવક પર થયેલા હુમલાને પગલે રોષ, તમામ સેવાઓ સ્થગિત કરી

માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઇ રાજ્યગુરુ ઉપર બે પોલીસ અધિકારીઓ દ્વારા કરાયેલા હિચકારા હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે. હુમલાને લઇને સરકારી દવાખાના ખાતે ગોપાલભાઈ ટોડીયા, ગોરધનભાઈ પરડવા સહિત શહેરની નામી-અનામી સંસ્થાઓના આગેવાનો તેમજ સદસ્યો ઘસી આવ્યા હતા અને છેલ્લા આઠ દસ દિવસથી ચાલી રહેલ તમામ સેવાઓ સ્થગિત કરવાની ચીમકી આપી પ્રફુલભાઈ રાજ્યગુરુ ઉપર હુમલો કરનાર બંને અધિકારીઓને 24 કલાકમાં સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો