સુરતમાં કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિ જોતાં તમામ સભા અને સરઘસ રદ્દ, 14 ઓક્ટોબર સુધી કલમ 144 લાગુ

સમગ્ર સુરત શહેરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રોજે રોજ કોરોના દર્દીઓનો રાફડો ફાટી રહ્યો છે ત્યારે તંત્ર પણ આ મહામારી પર કાબૂ મેળવવામાં નિષ્ફળ જઇ રહ્યું છે તેવી લોકો બૂમો પાડી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે, લોકો સરકારી ગાઇડલાઇનનું પાલન નથી કરી રહ્યા. આવામાં સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે એક પરિપત્ર જાહેર કર્યો છે.

સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક પરિપત્ર જાહેર કર્યો છે જેમા કહેવામાં આવ્યું છે કે સુરતમાં 4 કરતા વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તથા સરઘસ કાઢવા કે એકઠા થવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ જાહેરનામું 30 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી લાગુ પડશે.

કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિને જોતા આ પરિપત્ર જાહેર કરાયો છે. આગામી દિવસોમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરવાનગી સિવાય જાહેર જગ્યા ઉપર ચાર કે ચાર કરતા વધારે માણસોએ ભેગા થવું નહી તેમજ કોઈ સભા ભરવી કે બોલાવવી નહી. કોઈ પણ જાતની સભા-સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

તમને જણાવી દઇએ કે, દરરોજ સુરતમાં 200થી વધુ કોરોનાનાં કેસ આવી રહ્યા છે. આજે પણ સુરતમાં APMC માર્કેટ પાસે ટોળા ઉમટ્યા હતા અને શાક માર્કેટમાં કોવિડના નિયમોનું ઉલંઘન કરવામાં આવ્યું હતું. તથા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

બીજી બાજૂ સુરત મનપાએ નવી સ્ટ્રેટેજી બનાવી છે જેના ભાગ રૂપે મનપાની બહારથી આવતા લોકોના ઘર બહાર સ્ટીકર લગાડવામાં આવશે. શહેર બહારથી આવનારા લોકોના ઘરની બહાર પીળા કલરના સ્ટીકર લગાવશે. બહારથી આવતા લોકોને સાત દિવસ હોમ કોરોન્ટાઇન રહેવું પડશે. આ નિર્ણય લીંબાયત અને કતારગામ ઝોનમાં કેસો વધતા લેવામાં આવ્યા છે. બંને ઝોનમાં અન્ય રાજ્યમાંથી લોકો વધુ આવે છે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો