અમદાવાદીઓ ચેતજો! ગોલ્ડન કારમાં ફરી રહેલી દિલ્હીની ગેંગનો પર્દાફાશ, આ કાર જે જે વિસ્તારમાંથી પસાર થતી, ત્યાં ચોરી થતી…

અમદાવાદ (Ahmedabad)મા ઘરફોડ ચોરી (Theft) કરવા આવેલી દિલ્હીની ગેંગ (Delhi gang)નો પર્દાફાશ (Busted) થયો છે. પોલીસે CCTV ફુટેજના આધારે ત્રણ આરોપીને રંગે હાથે ઝડપી લીધા છે. આ ગેંગ દિલ્હીથી કાર લઈને ચોરી કરવા ફરતી હતી. પોલીસે કારથી સાવચેત રહેવા એક અભિયાન શરૂ કર્યુ હતુ. આ ઝુંબેશથી પોલીસ (Police)ને સફળતા મળતા ગેંગ ઝડપાઈ ગઈ છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સોલામા 16 ડિસેમ્બરના દિવસે મોર્ય એપાર્ટમેન્ટમા ચોર ટોળકીએ સોનાના દાગીના અને રોકડ સહિત રૂ 1.31 લાખની ચોરી કેસમા સોલા પોલીસે દિલ્હીના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમા જોવા મળતા ઈરસાદ કુરેશી, અકબર સરહોજ અને સમીર સરહોજ અમદાવાદમાં વધુ એક ચોરીને અંજામ આપે તે પહેલા જ ઝડપાઈ ગયા છે. આ ગેંગ દિલ્હીથી કારમાં અમદાવાદ ચોરી કરવા આવતા હતા. ફતેહવાડી વિસ્તારમા મકાન ભાડે રાખીને રહેતા અને કારમા રેકી કરવા નીકળતા હતા. જે મકાન બંધ મળી આવતુ હતુ, તેને ટાર્ગેટ કરીને ચોરી કરતા હોવાનુ તપાસમાં ખુલ્યું છે.

સોલામા ચોરીની ઘટના બાદ એપાર્ટમેન્ટ પર તપાસ કરવા જતા પોલીસને ઘટના સ્થળેથી દિલ્હીની પાસિંગ DL3CBA 1478 નબંરની ગોલ્ડ હોન્ડા સીટી ગાડીની શંકાસ્પદ ગતિવિધિના સીસીટીવી ફુટેજ મળ્યા છે. આ ફુટેજ મળતા પોલીસે ગાડીનો ફોટો સમગ્ર વિસ્તારમા વાયરલ કર્યો હતો અને ચોરી કરવા નીકળતી આ ગાડી જોવા મળે તો પોલીસને જાણ કરવાનુ ઝુંબેશ શરૂ કર્યુ.

આ ઝુબેશ અંતર્ગત એક પાન પાર્લરે આ શંકાસ્પદ કારની માહિતી પોલીસને આપી હતી. જેથી પોલીસ પહોંચતા આ ગેંગ ચોરીને અંજામ આપવા ફરી રહી હતી અને સોલા પોલીસે ચોરી કરતા રંગે હાથે આ ટોળકીને ઝડપી લીધા હતા. પકડાયેલા ત્રણેય આરોપીઓ કુખ્યાત ચોર છે. દિલ્હીમાં પણ તેઓની વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધાયો હતો.

ગુનાખોરી માનસિકતા ધરાવતા ઈરસાદ કુરેશીએ પોલીસની પુછપરછથી બચવા પોતાની જીભ નીચે બ્લેડ છુપાવીને રાખી હતી અને આ બ્લેડથી તેણે ખુદના માથા અને હાથ પર મારી હતી. જેમા તેને 12 ટાંકા આવ્યા હતા. આ ટોળીકીએ અમદાવાદમા ત્રણ ઘરફોડ ચોરી કરી હોવાનુ પણ તપાસમા સામે આવ્યુ છે. સોલા પોલીસે હાલમા દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો છે. જયારે આ ટોળકીએ વધુ કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે નહિ તે મુદ્દે પણ પુછપરછ શરૂ કરી છે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો