અમદાવાદના પોશ વિસ્તારમાંથી એક હાઈપ્રોફાઈલ સેક્ટ રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદ શ્યામલ વિસ્તારમાં આવેલા શ્યામલ રો-હાઉસ વિભાગ-2માં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. આ સેક્સ રેકેટમાં ઉઝબેકિસ્તાથી સુંદર રૂપલલનાઓને બોલાવીને દેહવેપાર કરાવવામાં આવતો હતો.
આ ઘટનાની માહિતી મળતા મહિલા ક્રાઈમે રેડ કરી હતી. જેમાં બે વર્ષથી સેક્સ રેકેટ ચલાવનાર સંચાલક મહિલા, તેનો પતિ સહિત 3ની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 1 દલાલ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પોલીસે જણાવ્યું હતું કે શ્યામલ રો-હાઇસના એક મકાનમાં છેલ્લા બે વર્ષથી 15 હજારના ભાડે એક મકાન ભાડે રખાયું હતું અને તેમાં આ રેકેટ ચાલતું હતું. ગ્રાહકો પાસેથી મસમોટી વસૂલાત કરાતી હોવાનો પણ ખુલાસો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના શ્યામલ વિસ્તારમાં શ્યામલ રો-હાઉસ વિભાગ-2માં એક મોટું સેક્સ રેકેટ ચાલતું હોવાની બાતમી મહિલા ક્રાઈમની ટીમને મળી હતી. ત્યારે મહિલા ક્રાઈમની ટીમ સતર્ક થઈને બાતમીના આધારે રેડ કરવા પહોંચી હતી. મહિલા ટીમે તેના માટે એક ડમી ગ્રાહક મોકલીને મકાન નંબર 40માં રેડ કરતા ઘરમાંથી અનેક યુવતીઓ મળી આવી હતી. પોલીસે આ ઘટનામાં સંચાલક દંપતી એવા આશા ઉર્ફે રીતુ પટેલ, તુષાર પટેલ તથા પાર્ટનર ભરત મકવાણાની ધરપકડ કરી ઉસ્માન નામના વ્યક્તિને વોન્ટેડ દર્શાવ્યો હતો.
મહિલા પોલીસની ટીમે સેક્સ રેકેટમાં વધુ તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, સંચાલક આશા ઉર્ફે રીતુ અને તેનો પતિ તુષાર બે વર્ષથી શ્યામલ રો-હાઉસમાં એક મકાન ભાડે રાખ્યું હતું. મકાનનું ભાડું 15 હજાર ચૂકવતા હતા. જે ગ્રાહકો આવે તે લોકોને ઉઝબેકિસ્તાનની યુવતીઓ સાથે રૂમમાં મોકલતા અને ગ્રાહક પાસેથી મસમોટી રકમ વસુલતા હતા.
મહિલા ક્રાઈમ પોલીસે આ ઉઝબેકિસ્તાનની યુવતીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓને દિલ્હીથી ઉસ્માન નામનો વ્યક્તિ લાવી અહીં મોકલતો હતો. આશા અને તુષાર યુવતીઓને 50 ટકા રકમ આપતા હતા. ઉસ્માનને પાંચ હજાર આપીને યુવતીઓ મંગવાતી હતી. યુવતીઓ આ જ ઘરમાં રોકાતી અને અહીં જ દેહવ્યાપાર કરતી હતી, જેથી કોઈને શંકા ન જાય. પરંતુ તેમનું આ રેકેટ બહુ ચાલ્યું નહોતું. મહિલા ક્રાઈમની ટીમે સેક્સ રેકેટ ચલાવનાર ત્રણ લોકોની ધરપકડ કરી આનંદનગર પોલીસને જાણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મોટા શહેરોમાં દેહવ્યાપાર કરતા સ્પા સેન્ટરો પણ ધમધમી રહ્યા છે, છતાં કોની મહેરબાનીઓ તળે તેમને ચલાવવા દેવામાં આવે છે. સમાજમાં દૂષણ ફેલાવનારા દલાલો તંત્ર સહિત પોલીસની લાલચ અને પૈસાના જોરે દબાવે છે અને આવા ધંધા ચાલતા રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..