રાજ્યમાં મહિલા અત્યાચારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અમદાવાદના વટવા વિસ્તારમાં હમણાં જ આઈશા નામની યુવતી આવા જ પ્રકારના અત્યારનો ભોગ બન્યા બાદ એક વીડિયો બનાવી આપઘાત કરી લીધો હતો, જે ઘટનાએ રાજ્યમાં ચકચાર મચાવી દીધી હતી. તેવામાં ફરી શહેરમાં વધુ એક યુવતીએ સાસરીયાના ત્રાસથી કંટાળી મોત વ્હાલુ કરવાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતી એક ઉત્તરપ્રદેશની યુવતી અન્નપૂર્ણાના લગ્ન 2020માં જ અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા રાજકુમાર (મૂળ ઉત્તરપ્રદેશ) સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ બધુ બરાબર ચાલ્યું પરંતુ થોડાક દિવસમાં સાસરીયાઓએ પોતાનો અસલી રંગ દેખાડવાનું શરૂ કરી દીધુ અને દહેજ માટે યુવતી મેણા ટોણા મારી માનસીક અને શારીરિક અત્યાચાર શરૂ કરી દીધો. આ પ્રકારના રોજે-રોજના વર્તનથી કંટાળી પરિણીતાએ દોઢ વર્ષના લગ્ન જીવન બાદ ગળે ફાંસો લગાવી મોત વ્હાલુ કરી દીધુ છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, રામોલના જામફરી વિસ્તારમાં રહેતી અન્નપૂર્ણા નામની પરિણીતાને સાસરીયા દ્વારા દહેજ માટે માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. પતિ દ્વારા ત્રાસ આપતા તેણે પોતાની આપવીતી સમાજ અને પોતાના ભાઈને કહી હતી. પતિ તેને બાઈક લઈ આપવા માટે અને લગ્નમાં થયેલો ખર્ચ તારા પીયરથી લાવી આપવાનું દબાણ કરતો હતો. આખરે તેણે કંટાળી પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ સમાજના આગેવાનોએ વચ્ચે રહી સ્ટેમ્પ પેપર પર લખાણ લઈ સમાધાન કરાવ્યું હતું, ત્યારબાદ તે ફરી સાસરીમાં રહેવા ગઈ હતી. પરંતુ, થોડા સમય બધુ બરાબર ચાલ્યું અને ફરી સાસરીયા દ્વારા માનસીક ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ, અને બંને નણંદો મેણા મારતા કે, પતિ અને સાસરીયાએ કહ્યું હતું કે, ‘જો તું માગ્યા મુજબ દહેજ લાવી ન શકતી હોય તો જીવે છે શું કામ?.
આખરે રોજેરોજના માનસિક ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ઘરે જ ગળે ફાંસો લગાવી મોતને વ્હાલનું કરી દીધી છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પરિણીતાના ભાઈની ફરિયાદ બાદ સાસરીયા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..