અમદાવાદમાં વેપારીએ મફતમાં પિચકારી આપવાની ના પાડી, તો હપ્તાખોર પોલીસે સ્ટેશનમાં લઈ જઈને માર માર્યો

અમદાવાદના (Ahmedabad) નવા વાડજ વિસ્તારમાં આવેલાં મિર્ચી મેદાનમાં પિચકારી સિઝનેબલ સ્ટોરમાં વાડજ પોલીસ (Ahmedabad Police) સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓએ સાંજના સમયે જઈ મફત પિચકારી માગી હતી. જો કે દુકાનદારે મફતમાં એ ના આપતાં રાત્રે 10 વાગ્યા બાદ આવીને માર માર્યો હોવાનો આક્ષેપ વેપારીએ કર્યો છે.

જો કે, સમગ્ર ઙટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ તેમજ વીડિયો વાઈરલ થો. આ અંગે ઝોન 1 ડીસીપીએ જણાવ્યું કે, સમગ્ર પ્રકરણ મામલે તપાસ સોંપવામાં આવી છે. મહત્વનું છે કે ઘાટલોડિયામાં એક ચાની દુકાનના માલિકને ડીસીપી તેમજ પીઆઈએ સ્પેશિયલ કરફ્યૂ દરમિયાન દુકાન ખુલ્લી રાખવાનો તેમજ પોલીસનો પહેરો સાથે આપ્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

નવા વાડજ વિસ્તારમાં રહેતા અને મિર્ચી મેદાનમાં જય જોગણી નામે સિઝનેબલ સ્ટોર ધરાવતાં દિલીપભાઈનો આક્ષેપ છે કે 28મી માર્ચે સાંજના સાત વાગ્યાની આસપાસના સમયે વાડજ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસકર્મીઓ સ્ટોરમાં આવ્યા હતા. મફતમાં પિચકારી માગી હતી. જે ન આપતાં રાક્ષે 10 વાગ્યા બાદ પોલીસકર્મીઓ આવ્યા હતા અને વાડજ સ્ટેશનમાં લઈ જઈ સામાન્ય ધોલધપાટ કરી હતી. રાત્રે સિઝનલ ધંધો છે એટલે અમે દુકાનમાં રાત્રે પડદો પાડી માલસામાન ત્યાં જ હોવાથી ત્યાં જ રહેતા હતા. રાત્રે કારીગરો સાથે બેઠા હતા અને બાદમાં રાત્રે 10 પછી પોલીસવાળા આવીને બોલાચાલી કરી પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો