ગુજરાત માટે ગરબાની મંજૂરી ઘાતક નીવડશે, ડોક્ટર્સોની કોરોના સંક્રમિત ખેલૈયાઓની સારવાર નહીં કરવાની ચીમકી

ડોક્ટર્સ ગરબાની મંજૂરીના વિરોધમાં પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા સરકારને જણાવ્યું છે કે ગરબાની મંજૂરી ગુજરાત માટે ઘાતક નિવડી શકે છે. ત્યારે તેમને સરકારને ચીમકી આપી છે કે જો ગરબાની પરમિશન આપવામાં આવી તો અમે ગરબાના કારણે કોરોના સંકર્મિત થનારની સારવાર નહીં કરીએ. ગરબાની મંજૂરીની વાતને લઈ ડોક્ટર્સ નારાજ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં અનેક મેસેજો વાયરલ થયા છે, જેમાં નવરાત્રિ દરમિયાન કોઈ સંક્રમિત થાય તો તેની સારવાર ન કરવા જણાવાયું છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન ગરબાની મંજૂરીની વિરૂધ્ધમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે AMAએ કહ્યું કે રાજ્ય સરકારે ગરબાની મંજૂરી ન આપવી જોઈએ.

નવરાત્રિ માટે બને તેટલી છૂટછાટ આપવામાં આવશે, તેવા સરકારના નિવેદન બાદ કોરોનાની સારવારમાં ખડેપગે રહેલા ડોક્ટર્સ નારાજ થયા છે. ડોક્ટર્સ તરફથી સોશ્યલ મીડિયામાં એવા મેસેજ ફરતા થયા છે કે, ગરબાના કારણે કોરોના સંક્રમિત થનાર લોકોની સારવાર નહી કરીએ. એક તરફ ડેકોરેટર્સ અને ગરબા ઓર્ગેનાઈઝર્સ અને બીજી તરફ ડોક્ટર્સ સામસામે સરકાર પર દબાણ લાવી રહ્યાં છે.

ડોક્ટર્સ તરફથી સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજમાં લખવામાં આવ્યુ છે કે, સરકાર નવરાત્રિની છૂટ આપવાનું વિચારે છે ત્યારે ડોક્ટર્સને પુરો હક છે કે એ પહેલા નોરતા પછી ગરબા રમીને કે ગરબા ગ્રાઉન્ડમાં જઈને કોરોના પોઝિટીવ થયા હોય તો એની સારવાર કરવામાં અસહમતિ કે અસમર્થતા દેખાડી શકે છે.

માર્ચ મહિનાથી કોરોના સામે લડવા પડેલા દરેક મેડિકલ પ્રોફેશનલની અને તેમની જીંદગીની કંઈક તો કદર અને કીંમત કરો. દર્દીઓની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી છે, પણ પોતાના શોખને પોષવાની અને ભીડમા ધરાર જવાની મૂર્ખાઈને કારણે બની બેઠેલા દર્દીઓની ચાકરી કરવાનું લખાવીને આવ્યા નથી.

આવા મેસેજ ફરતા થયા છે તે જોતા લાગી રહ્યું છે કે ડોક્ટર્સનો ગુસ્સો હોય શકે છે. પરંતુ ડોક્ટરની ફરજ છે કે દર્દીની સારવાર કરવી અને ડોક્ટર કોઈપણ સંજોગોમાં દર્દીની સારવાર કરે જ, પરંતુ સરકારે ગરબાને મંજૂરી ન આપવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો