અમદાવાદમાં કારમાં આગ લાગતા કાર ચાલક કારમાં જ ભડથું થયો, ઉનાળાની શરૂઆતમાં જ કારમાં આગ લાગવાનો બીજો બનાવ સામે આવ્યો

જો તમે કાર ચલાવી રહ્યા છો, અને તમારી કાર (Car)માં થોડી પણ સમસ્યા આવે તો તેની જરાપણ અવગણના કરશો નહીં. કારણ કે તમારી નાની ભૂલ તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે. ગરમીની (Summer) શરૂઆત થતાં જ શહેરમાં કારમાં આગ (Fire in Care) લાગવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. સોમવારે સવારે અમદાવાદમાં કારમાં (Car Catches Fire in Ahmedabad)આગને કારણે મોતનો બીજો બનાવ બન્યો છે.

તાજેતરમાં જ ઇન્દિરા બ્રિજ પાસે એક બલેનો કારમાં આગ લાગવાથી સાયન્સ સિટી રોડ પર રહેતા યોગેશ પ્રજાપતિ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જોકે, સોમવારે વહેલી સવારે આ પ્રકારનો બીજો બનાવ હાથીજણ રોડ પર બન્યો છે. જેમાં એસ ક્રોસ કારમાં આગ લાગવાથી એક વ્યક્તિનું મોત થયું છે.

મળતી માહિતી પ્રમાણે રાધે ઉપવન નજીક રહેતા મનોજભાઈ સોની હિરાપુરથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. આ સમયે અચાનક જ કારમાં આગ લાગી હતી. જોકે, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આગ સમગ્ર કારની અંદર ફસાઈ ગઈ હતી. આગ બાદ મનોજભાઈ કારમાંથી નીચે ઉતરી શક્યા ન હતા. તેમનું કારમાં જ મોત થયું હતું.

આગમાં મૃતક વ્યક્તિ મનોજભાઈ સોની ઘટના સ્થળ પાસે આવેલા શ્રદ્ધા પાયોનિયરના જ રહેવાસી હતા. કાર ચાલક ગાડીમાં ડીઝલ ભરાવીને પરત આવતા જીવલેણ ઘટના બની હતી. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. scross ગાડી લોક થઈ જવાથી કારચાલક બહાર નીકળી ન શકતાં તેનું મોત થયું હતું. વિવેકાનંદનગર પોલીસે પણ ઘટનાસ્થળે પહોચી તપાસ શરૂ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો