અમદાવાદમાં SG હાઈવે પાસે નોકરી પરથી ઘરે જઈ રહેલા પ્રમોદ પટેલની તિક્ષ્ણ હથિયારોથી ક્રૂરતા પૂર્વક હત્યા

અમદાવાદમાં એસ.જી હાઇવે પાસે ક્રૂરતા પૂર્વક હત્યા કરેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઇ. નોકરી પર થી પરત ઘરે જતા વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ધા ઝીંકીં હત્યા કરી દેવામાં આવી છે. સરખેજ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

એસ.જી હાઇવે પાસે અંદાજ પાર્ટી પ્લોટથી મહોમદપુરા ગામ જવાના રસ્તે 43 વર્ષીય પ્રમોદ પટેલની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી. મૃતક પ્રમોદની હત્યા કરેલ લાશ મળી આવી ત્યાંથી 100 મીટર અંતરે એક ફાર્મ હાઉસમાં નર્સરી તરીકે નોકરી કરતો હતો. ગત્ત સાંજના સમયે મૃતક પ્રમોદ નોકરી પરથી પોતાના ઘરે જવા નીકળ્યો હતો, ત્યાં જ ફાર્મ હાઉસ નજીક અવવારું રોડ પર પ્રમોદ હત્યા કરવામાં આવી છે.

વહેલી સવારે ફાર્મ હાઉસના માલિકે પ્રમોદની લોહી લુહાણ હાલત લાશ જોતા પોલીસ જાણ કરી હતી. મૃતક પ્રમોદ પટેલની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ મૃતક પ્રમોદના માથા અને ગળાના ભાગે ઉપરા છાપરી તીક્ષ્ણ હત્યારાના ધા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.

પોલીસે હત્યાના ક્રાઈમ સીન પર તપાસ કરતા અનુમાન લગાવી રહ્યા છે કે, મૃતક અને હત્યારા વચ્ચે પહેલા ઝપાઝપી થઈ હશે અને બાદમાં પ્રમોદની હત્યા કરી દેવામાં આવી હશે. કારણ કે મૃતક પ્રમોદનું ટુ વ્હીલર વાહન દૂર પડ્યું હતું અને લાશ દૂર પડી હતી. જો કે મૃતકે પહેરેલા સોનાના દાગીના અને પૈસા સાથે જ હતા, પરંતુ વાહનની ચાવી અને મોબાઈલ ગુમ હોવાથી પોલીસે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, 43 વર્ષીય મૃતક પ્રમોદના બીજા લગ્ન થયેલ છે અને પત્નીની ઉંમર 25 વર્ષીય છે. જે માણેકબાક વિસ્તારમાં રહે છે. પોલીસ પ્રાથમિક તપાસમાં હત્યા કોઈ નજીકના વ્યક્તિએ કરી હોવાની શંકા વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ, સરખેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો