અમદાવાદમાં મહિલાઓ પર શારિરીક અને માનસિક ત્રાસની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે અમદાવાદમાં એક પતિએ જ પોતાની પત્નીની હત્યા કરવાની કોશિશ કરી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે પતિએ અગમ્ય કારણોસર પત્ની પર જ્વલનશીલ પ્રવાહી ફેંકીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પત્નીને સળગાવીને પતિ ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં મહિલા ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. નિકોલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શહેરના નિકોલમાં રહેતા કોકિલાબહેન તેમના બે સંતાન અને પતિ જીતુભાઇ સાથે 30 વર્ષથી રહે છે. તેમના પતિ ખોડિયારનગરમાં કારખાનામાં નોકરી કરે છે. તેમના પતિ અવાર નવાર નાની મોટી બાબતોમાં બોલાચાલી અને ઝઘડા થયા કરતા હતા. ઘણી વખત અમુક બાબતોમાં મગજ ગુમાવી દેતા અને પત્ની કોકિલા બહેનને માર પણ મારતા હતા. ગઈકાલે સવારે તેમના પતિ નોકરીએ જતા હતા ત્યારે કોકિલા બહેન બાથરૂમમાં ગયા હતા.
કોકિલા બહેનના પતિ નોકરીએ જતા હોવાથી બહાર આવ્યા હતા. બહાર આવતા જ જીતુભાઈએ અચાનક કોઈ જ્વલનશીલ પ્રવાહી છાટી કોકિલા બહેન પર દીવાસળી નાખી હતી. ઘરમાં બને દીકરાઓ વહેલી સવારે ઉંઘતા હતા. બીજીબાજુ કોકિલા બહેનના કપડા સળગવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગ બુઝાવી હતી. દીકરાઓ પણ તેવામાં જાગી ગયા અને માતાને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
કોકિલા બહેન હાથ, છાતી, ગરદન અને મોઢાનાએ ભાગે દાઝી જતા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે આ મામલે કોકિલાબહેનની તેમના પતિ જીતુભાઇ સામે ફરિયાદ નોંધી હતી. નિકોલ પોલીસે આઇપીસી 498(A),307 (હત્યાની કોશિશ) મુજબ ગુનો નોંધી ફરાર પતિની શોધખોળ હાથ ધરી છે. જોકે જીતુભાઈએ આવું કેમ કર્યું તે બાબતે હજુ તપાસમાં સામે આવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..