અમદાવાદમાં 10 વર્ષથી આતંક મચાવનાર ગેંગને એક જ ઝાટકામાં પોલીસે પુરી કરી નાખી, મેબલો, લાલો, સર્કિટ, કાંચો સામે ગાળિયો કસાયો

અમદાવાદ શહેરમાં (Ahmedabad news) આતંક મચાવી પોલીસના નાકે (police) દમ લાવનાર સામે ગાળિયો કસાયો છે. બાપુનગર પોલીસે (bapunagar police) એક ગેંગના પાંચ લોકો સામે ગુજસીટોકનોં (gujcot act) ગુનો નોંધી ગેંગને (Gang) એક જ ઝાટકે કાયદાનો પાઠ ભણાવી દીધો છે. આ તમામ લોકો જેલમાં (Jail) રહે તો જ નાગરિકો સાવચેત રહે તે હેતુથી પોલીસે કાર્યવાહી કરી છે. છેલ્લા દસેક વર્ષથી આ ગેંગના સભ્યોએ પૂર્વ વિસ્તારમાં આતંક મચાવી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શહેરમાં અત્યારસુધીમાં અનેક ગુજસીટોકના ગુના નોંધાયા છે. ત્યારે હવે વધુ એક ગેંગ સામે ગુજસીટોક નો ગુનો નોંધાયો છે. પાંચ આરોપીઓ સામે બાપુનગર પોલીસે ગાળિયો કસી એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે ચાર લોકો અગાઉના ગુનામાં હાલ જેલમાં બન્ધ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ગૌરવ ઉર્ફે ગૌરાંગ ચૌહાણની એક ગેંગ એ નાકે દમ લાવી દીધો હતો. આ ગેંગ ના સભ્યોએ 10થી વધુ પ્રકારના અલગ અલગ ગુનાને અંજામ આપ્યો હતો. જેથી પોલીસે ગૌરવ સહિત પાંચેય આરોપીઓ સામે ગાળિયો કસવા ગુજસીટોક નો ગુનો નોંધ્યો હોવાનું ઝોન 5 ડીસીપી અચલ ત્યાગી, એચ ડિવિઝન એસીપી પ્રકાશ પ્રજાપતિ અને બાપુનગર પોલીસસ્ટેશન ના પીઆઇ એ પી ગઢવીએ જણાવ્યું છે.

પોલીસે વધુમાં જણાવ્યું કે આરોપીઓ 10 વર્ષથી આ ગેંગ ચલાવતા હતા. હથિયાર રાખી કોઈની પર હુમલો કરતા આ આરોપીઓ સહેજ પણ ખચકાતા નહોતા. આ ગેંગના સભ્યો ની વાત કરીએ તો તમામ લોકો હત્યા, હત્યાની કોશિશ, વ્યાજખોરી, મારામારી, ખંડણી, ધમકી, લૂંટ, ધાડ, પ્રોહીબિશન અને આર્મ્સ એકટના ગુના આચરી ચુક્યા છે. છેલ્લા 10 વર્ષથી આ ગેંગ સક્રિય હતી જેનાથી પોલીસ ત્રાહિમામ પોકારી ઉઠી હતી.

આરોપી ગૌરવ તેના ભાઈ સાથે કોલ સેન્ટર ચલાવતો હતો અને ગૌરવ ઉર્ફે ગૌરાંગ ચૌહાણએ 25 જેટલા ગુના આચર્યા છે. જ્યારે સંજય ઉર્ફે મેબલો ભદોરીયાએ 12, કૃણાલ ઉર્ફે લાલો બારોટએ 10, રાહુલ ઉર્ફે સર્કિટ શાહએ 8 અને અજય ઉર્ફે કાંચો ભદોરીયાએ 6 ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આમ ગુના આચરવા ગેંગ બનાવનાર સામે હવે પોલીસે ગાળિયો કસી આ ગેંગના સંજય ઉર્ફે મેબ્લો ની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓ હાલ જેલમાં હોવાથી આગામી દિવસોમાં તે લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી થશે.

આ જ ગેંગના સભ્યો અગાઉ પકડાયા ત્યારે તેઓના ઘરમાંથી પોલીસે રોકડ રકમ કબજે કરી હતી અને આરોપીઓની પૂછપરછ અને તપાસ દરમિયાન આ કબ્જે કરેલા પૈસા કામગીરી કરતી વખતે ટેબલ પર પોલીસે મુકતા તે પૈસા પોલીસે લઈ લીધા હોવાના આક્ષેપ કરાયા હતા. આમ પોલીસ આ આરોપીઓથી ગુનાઓને અંજામ આપવાથી માંડી આક્ષેપ કરવા સુધી કંટાળી ગઈ હતી અને પ્રજા પણ ત્રાહિમામ પોકારી ઉઠતા પોલીસે ગુજસીટોક નો ગુનો નોંધી તમામ લોકો ની શાન ઠેકાણે લાવવા પ્રયાસ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો