દીકરી કોરોનાને કારણે દોઢ વર્ષે પિતાને મળવા આવી શકી અને આવી ત્યારે પિતાને જ કોરોના ભરખી ગયો, કોવિડ સ્મશાનમાં એક બાજુ પિતાને અગ્નિદાહ, બીજી બાજુ પુત્રીનું હૈયાફાટ રુદન

ગુજરાતમાં કાળો કેર વર્તાવી રહેલા કોરોનાએ એક વર્ષ દરમિયાન અનેક પરિવારનો માળો વીંખી નાખ્યો છે. ભરૂચમાં આજે એક કોરોના સંક્રમિત દર્દીનું મોત નીપજ્યું હતું, જેમની અંતિમવિધિ દરમિયાન કોવિડ સ્મશાનમાં હૃદયદ્રાવક દૃશ્યો જોવા મળ્યાં હતાં. એક દીકરી, જે કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષથી પિતાને મળવા આવી શકી ન હતી. તેને જ્યારે માલૂમ થયું કે તેના પિતાની હાલત નાજૂક છે તો તે તેમને મળવા પહોંચી હતી, પરંતુ તે પહોંચી ત્યારે તેને પિતાનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે પિતાને અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે પપ્પા….પપ્પા…કહી દીકરીએ હૈયાફાટ રુદન કર્યું હતું. આ દૃશ્યો જોઈ હાજર સૌ કોઈની આંખોના ખૂણા ભીંજાઈ ગયા હતા.

દોઢ વર્ષ બાદ પિતાને મળવા આવેલી પુત્રીનું હૈયાફાટ રુદન જોઇને કોવિડ સ્મશાનના કર્મચારીઓ સહિત ઉપસ્થિત સૌ કોઈની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા. દીકરીને પિતા તો ના મળ્યા, પણ તેમનો મૃતદેહ પણ જોવા ન મળ્યો.

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા આર.કે. કાસ્ટા એપાર્ટમેન્ટમાં A-503 નંબરમાં રહેતા 62 વર્ષીય કમલ કિશોર મુંદ્રા અને તેમનાં પત્ની કોરોનામાં સપડાયાં હતાં. એ બાદ તેમને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં, જ્યાં દિવસે દિવસે તેમની હાલત વધારે ગંભીર બની રહી હતી, જ્યારે આજે સવારે 62 વર્ષીય કમલ કિશોર મુંદ્રા કોરોના સામે જંગ હારી ગયા હતા. કોરોના સામે જિંદગીનો જંગ હારી જતાં તેમના મૃતદેહને અંતિમવિધિ માટે ભરૂચના કોવિડ સ્મશાન ખાતે લવાયો હતો, જ્યાં કંઈક એવું બન્યું, જે જોઈ ભલભલા પથ્થરદિલ માનવી પણ હચમચી ગયા હતા.

નેહાને પિતા તો ન મળ્યા, પણ પિતાના મૃતદેહનાં પણ દર્શન ન થયાં
કોરોનાથી મૃત્યુ પામનાર કમલ કિશોર મુંદ્રાની 32 વર્ષીય દીકરી નેહાના લગ્ન નાગપુર થયા હતા. તેણે તેના પિતાના ખરાબ સ્વાસ્થ્ય અંગેના સમાચાર મળતાં તે ભરૂચ આવવા રવાના થઈ હતી, પણ ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. નેહા ભરૂચ પહોંચે એ પહેલાં જ તેના પિતાએ દુનિયાને અલવિદા કહી દીધું હતું. વિધિની વક્રતા કહો કે કિસ્મતની કઠણાઇ, એમ નેહાને પિતા તો ન મળ્યા, પણ પિતાના મૃતદેહનાં પણ દર્શન ન થયાં.

નેહા પોતાના પિતાની જ્યાં અંતિમ વિધિ થઈ રહી હતી ત્યાં પહોંચી અને પિતાની ચિતા જોઈ પોતાનાં આંસુઓ રોકી ના શકી. નેહાના હૈયાફાટ રુદને કોવિડ સ્મશાનમાં સૌની આંખોના ખૂણા ભીના કરાવી દીધા હતા. દોઢ વર્ષ બાદ મળવાની આશા સાથે પિતાની છત્રછાયા ગુમાવનારી દીકરીના રુદને સ્મશાનની નીરવ શાંતિને પણ ભેદી દર્દનો ચિત્કાર ઊભો કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો