12 વર્ષ પહેલાં ફ્રીમાં ખાધી હતી મગફળી, હવે અમેરિકાથી પરત આવીને ભાઈ-બહેને ચૂકવ્યું ઉધાર, પરિવારને આપ્યા રૂપિયા 25 હજાર

કેટલાક લોકો ઉધારમાં ચીજવસ્તુઓ લઈને પછી તે ચૂકતે કરતા નથી. ઉધાર પાછુ મેળવવા માટે ઉધાર આપનારા લોકોને અનેક આજીજી કરવી પડતી હોય છે. પણ આ ભાઈ-બહેને પોતાનું ઉધાર ચૂકવીને અનોખો દાખલો બેસાડ્યો છે. વાત વર્ષ 2010ની છે. નેમાની પ્રણવ અને તેની બહેન સુચિતા પોતાના પિતા મોહનની સાથે આંધ્ર પ્રદેશના યૂ કોથાપલ્લી બીચ પર ફરવા આવ્યા હતા. જ્યાં તેઓને સતૈયા નામના એક મગફળી વેચનારા પાસેથી મગફળી ખરીદી હતી, એ પછી મોહનને અહેસાસ થયો કે તે પોતાનું પર્સ ઘરે ભૂલી ગયો છે અને તેમની પાસે મગફળીવાળાને આપવા માટે પૈસા નથી.

જો કે, સતૈયાએ પૈસા માટે વધુ પડતુ દબાણ કર્યુ નહોતું અને તેઓને ફ્રીમાં જ મગફળી આપી હતી, પરંતુ મોહને વાયદો કર્યો હતો કે તેઓ જલ્દી તેઓનું ઉધાર ચૂકતે કરી દેશે અને સતૈયાની એક તસવીર પણ લીધી હતી. પરંતુ તેઓ જલ્દી ઉધાર ચૂકવવાનો વાયદો પૂરો કરી શક્યા નહીં, કારણ કે એનઆરઆઈ હતા. તેઓને થોડા દિવસો પછી પાછુ અમેરિકા જવાનું હતું.

હવે 11 વર્ષ બાદ ભારત પરત ફર્યા
હવે જ્યારે 11 વર્ષ પછી નેમાની પોતાની બહેન સુચિતા સાથે ભારત પરત ફર્યા તો તેઓએ નિર્ણય લીધો કે તેઓ મગફળી વેચનારાને શોધીને પોતાનું ઉધાર ચૂકવે. તેઓના પિતા મોહન પણ મગફળી વેચનારાને ઉધારના પૈસા પરત કરવા માટે ઉત્સાહિત હતા. એટલે તેઓે સતૈયાની શોધખોળ હાથ ધરી અને કાકીનાડા શહેરમાં ધારાસભ્ય ચંદ્રશેખર રેડ્ડીની મદદ લીધી.

મોહનની અપીલ બાદ ધારાસભ્યએ તરત ફેસબુક પર સતૈયાની શોધખોળ માટે એક પોસ્ટ કરી. જે બાદ તેઓના પિતાના ગામ નગુલાપલ્લીના કેટલાક લોકો ધારાસભ્ય પાસે પહોંચ્યા અને જણાવ્યું કે સતૈયા હવે આ દુનિયામાં નથી. એટલે નેમાની અને સુચિતાએ તેમના પરિવારને રૂપિયા 25 હજારની રકમ આપવાનો નિર્ણય લીધો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો